Operation Mahadev: પાકિસ્તાનથી જ આવ્યા હતા પહેલગામ હુમલાના આતંકી, માસ્ટરમાઇન્ડ પાકિસ્તાની સેનાન

Operation Mahadev: પાકિસ્તાનથી જ આવ્યા હતા પહેલગામ હુમલાના આતંકી, માસ્ટરમાઇન્ડ પાકિસ્તાની સેનાનો કમાન્ડો હતો

07/29/2025 National

SidhiKhabar

SidhiKhabar

Operation Mahadev: પાકિસ્તાનથી જ આવ્યા હતા પહેલગામ હુમલાના આતંકી, માસ્ટરમાઇન્ડ પાકિસ્તાની સેનાન

Operation Mahadev: સોમવારે સુરક્ષા દળોએ ‘ઓપરેશન મહાદેવ’માં એ 3  આતંકવાદીઓને ઠાર માર્યા હતા, જે 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં સામેલ હતા. હવે જે માહિતી સામે આવી રહી છે તેમાં ખુલાસો થયો છે કે માર્યા ગયેલા ત્રણેય આતંકવાદી પાકિસ્તાનના રહેવાસી હતા. હુમલાનો માસ્ટરમાઇન્ડ હાશિમ મૂસા ઉર્ફે સુલેમાન પાકિસ્તાનના રાવલકોટનો રહેવાસી હતો. તો, અબુ હમઝા ઉર્ફે હેરિસ પાકિસ્તાનના સિયાલકોટનો રહેવાસી હતો અને મોહમ્મદ યાસીર પણ પાકિસ્તાનનો હતો.


પાકિસ્તાની સેનાનો કમાન્ડો હતો મૂસા

પાકિસ્તાની સેનાનો કમાન્ડો હતો મૂસા

સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, હુમલાનો માસ્ટરમાઇન્ડ હાશિમ મૂસાએ પાકિસ્તાની સેનાના સ્પેશિયલ સર્વિસ ગ્રુપ (SSG)માં પેરા કમાન્ડો તરીકે તાલીમ લીધી હતી. ત્યારબાદ તે લશ્કર-એ-તૈયબામાં જોડાયો અને આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા લાગ્યો. એવું કહેવાય છે કે તે સપ્ટેમ્બર 2023માં ભારતમાં ઘૂસ્યો અને ફરીથી દક્ષિણ કાશ્મીરમાં તેના આતંકવાદી અભિયાન શરૂ કર્યા.

પહેલગામ આતંકવાદી હુમલા ઉપરાંત, મૂસા કેટલીક અન્ય આતંકવાદી ગતિવિધિઓમાં પણ સામેલ હતો. એજન્સીઓ અનુસાર, મૂસા ખીણમાં ઓછામાં ઓછી 6 આતંકવાદી ઘટનાઓમાં સામેલ હતો. મૂસા એક હાઈલી ટ્રેઇન્ડ આતંકવાદી હતો, જે જંગલોમાં રહેવા અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં સર્વાઇવ રહેવામાં કુશળ હતો. પહેલગામ આતંકવાદી હુમલા બાદ, હાશિમ મૂસાને શોધવા માટે દક્ષિણ કાશ્મીરના જંગલોમાં સતત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસે તેના પર 20 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું.


ઓપરેશન મહાદેવની ટાઇમલાઇન

ઓપરેશન મહાદેવની ટાઇમલાઇન

છેલ્લા 4 દિવસથી આતંકવાદી જૂથ પર નજર રાખવામાં આવી રહી હતી.

રાત્રે 2:00 વાગ્યે: જૂથે T82 અલ્ટ્રાસેટ સંચાર ઉપકરણ સક્રિય કર્યું. આનાથી આતંકવાદી જૂથનું સચોટ સ્થિતિની જાણ થઈ અને પુષ્ટિ થઈ.

સવારે 8:00 વાગ્યે: આતંકવાદીઓની પહેલી લેવા માટે ડ્રોન લોન્ચ કરવામાં આવ્યું.

સવારે 9:30 વાગ્યે: રાષ્ટ્રીય રાઈફલ્સે વિસ્તારનો ઘેરો બનાવ્યો.

સવારે 10:0 વાગ્યે: પેરા કમાન્ડો ટીમ મહાદેવ પહાડી પર ચઢી.

સવારે 10:30 વાગ્યે: કમાન્ડો દ્વારા આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી.

સવારે 11:00 વાગ્યે: પહેલી ગોળીબારમાં બધા 3 આતંકવાદીઓ માર્યા ગયા.

સવારે 11:45 વાગ્યે: ભાગવાનો પ્રયાસ કરતા એક ઇજાગ્રસ્ત આતંકવાદી માર્યો ગયો.

બપોરે 12:30 વાગ્યે: 2 કિમીના દાયરામાં સ્લીજિંગ ઓપરેશન લોન્ચ કર્યું.

બપોરે 12:45 વાગ્યે: આતંકવાદીઓના મૃતદેહોની ઓળખ અને તેમની તસવીર લેવામાં આવી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top