'અમારા સાંસદોમાં ક્યાં છે આવી હિંમત?', પાકિસ્તાની નેતાએ પ્રિયંકા ગાંધીના કર્યા વખાણ

'અમારા સાંસદોમાં ક્યાં છે આવી હિંમત?', પાકિસ્તાની નેતાએ પ્રિયંકા ગાંધીના કર્યા વખાણ

12/17/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

'અમારા સાંસદોમાં ક્યાં છે આવી હિંમત?', પાકિસ્તાની નેતાએ પ્રિયંકા ગાંધીના કર્યા વખાણ

Chaudhry Fawad Hussain on Priyanka Gandhi's Palestine bag: કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી સોમવારે બેગ લઈને સંસદ પહોંચ્યા હતા. બધાની નજર એ બેગ પર ટકી હતી. તેના પર પેલેસ્ટાઈન લખેલું હતું. પ્રિયંકાની આ જ બેગને લઈને ભારતમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે. પરંતુ એ જ 'પેલેસ્ટાઈન' લખેલી બેગને માટે પાકિસ્તાન તરફથી પ્રિયંકા ગાંધીની પ્રશંસા થઈ છે. જી હાં, પાકિસ્તાનના પૂર્વ મંત્રી ચૌધરી ફવાદ હુસૈને સંસદમાં 'પેલેસ્ટાઈન' લખેલી બેગ લઈ જવા પર કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીની પ્રશંસા કરી છે.

પાકિસ્તાની નેતા ફવાદ ચૌધરીએ X પર પોતાની પોસ્ટમાં પ્રિયંકાના વખાણ કર્યા અને આભાર વ્યક્ત કર્યો. તેમણે લખ્યું કે, 'જવાહરલાલ નેહરુ જેવા મહાન સ્વાતંત્ર્ય સેનાનીની પૌત્રી પાસેથી આપણે બીજી શું અપેક્ષા રાખી શકીએ?' શરમજનક બાબત છે કે આજ સુધી કોઈ પાકિસ્તાની સાંસદે આવી હિંમત દાખવી નથી. આભાર.'


ભાજપે પ્રિયંકા ગાંધીના આ પગલાને 'તુષ્ટિકરણ' ગણાવ્યું

ભાજપે પ્રિયંકા ગાંધીના આ પગલાને 'તુષ્ટિકરણ' ગણાવ્યું

ભારતીય જનતા પાર્ટીએ પ્રિયંકા ગાંધીના પગલાને 'તુષ્ટિકરણ' ગણાવ્યા બાદ ફવાદ ચૌધરી તરફથી આ પ્રશંસા આવી છે. BJPના IT સેલના વડા અમિત માલવિયાએ તો પ્રિયંકાને 'રાહુલ ગાંધી કરતાં પણ મોટી આપત્તિ' કરાર આપ્યો.

વાસ્તવમાં, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી, પેલેસ્ટાઈનના લોકો સાથે એકતા વ્યક્ત કરતા સોમવારે સંસદમાં 'પેલેસ્ટાઈન' લખેલી હેન્ડબેગ લઈને પહોંચ્યા હતા અને તેમણે ગાઝામાં ઈઝરાયલની સૈન્ય કાર્યવાહી સામે અવાજ ઉઠાવ્યો હતો. અંગ્રેજીમાં લખેલા ‘પેલેસ્ટાઈન’ શબ્દની સાથે જ, હેન્ડબેગ પર પેલેસ્ટાઈનને લગતા ઘણા પ્રતિકો પણ બનેલા હતા.


પ્રિયંકા પર અનુરાગનો પ્રહાર

પ્રિયંકા પર અનુરાગનો પ્રહાર

હેન્ડબેગ મુદ્દે વાયનાડના સાંસદ પર નિશાનો સાધતા ભાજપના લોકસભાના સભ્ય અનુરાગ ઠાકુરે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે તેઓ શું સંદેશ મોકલવા માંગે છે. તેમણે દાવો કર્યો હતો કે, 'પ્રિયંકા ગાંધીએ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થયેલા અત્યાચાર પર એક પણ શબ્દ નથી ઉચ્ચાર્યો, પરંતુ જ્યારે તેમને ભાજપ તરફથી આ હેન્ડબેગનો મુદ્દો ઉઠાવવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તે પેલેસ્ટાઈન લખેલી બેગ સાથે ફેશન સ્ટેટમેન્ટ બનાવવા માગે છે.'

ભાજપના નેતાઓ તરફથી આ હેન્ડબેગનો મુદ્દો ઉઠાવવા બાબતે પૂછવામાં આવતા, પ્રિયંકા ગાંધીએ કહ્યું, 'તેમને કહો કે તેઓ બાંગ્લાદેશમાં લઘુમતીઓ- હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પરના અત્યાચારો વિશે કંઈક કરવું જોઇએ. બાંગ્લાદેશ સરકાર સાથે વાત કરો અને તેમને રોકો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top