પાકિસ્તાની એક્સપર્ટની ભારતને ખુલ્લી ધમકી, કહ્યું- 'માત્ર 15 મિનીટ માટે કાશ્મીરમાંથી આર્મી હટાવી લો…
એક પાડોશી દેશને બીજા પાડોશી દેશ સાથે જે રીતે સંબંધો રાખવા જોઈએ તે પ્રકારના સંબંધો ભારત અને પાકિસ્તાન વચ્ચે આઝાદી પછી ક્યારેય નથી જોવા મળ્યા. તેની પાછળનું સૌથી મોટું અને મુખ્ય કારણ જમ્મુ-કાશ્મીરનો સળગતો મુદ્દો છે. આ મુદ્દાના કારણે જ વર્ષ 1948માં ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ યુદ્ધ થયું હતું. જોકે એ યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને હરાવી દીધું હતું. તાજેતરમાં જ પાકિસ્તાની મહિલા પત્રકાર આરઝૂ કાઝમીએ તેના ટૉકિંગ શૉમાં ભારતની નાઝિયા ઈલાહી ખાન અને પાકિસ્તાનના નિષ્ણાત ડૉ. ઈર્શાદ ખાન સાથે વાત કરી હતી. આ વાતચીત દરમિયાન પાકિસ્તાનના ઈર્શાદ ખાને જમ્મુ-કાશ્મીરને લઈને ભારતને પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું કે જો ભારત સરકારમાં હિંમત હોય તો તે માત્ર 15 મિનિટ માટે કાશ્મીરમાંથી પોતાની સેના હટાવી લે. સેનાને હટાવ્યા પછી તમે જોશો કે જમ્મુ-કાશ્મીરમાં ચારે બાજુ પાકિસ્તાની ઝંડા કેવી રીતે લહેરાતા જોવા મળશે.
#India #Pakistan Relations #Kashmir https://t.co/IWSagCUOsn pic.twitter.com/ns2SzvbRQj — Arzoo Kazmi|आरज़ू काज़मी | آرزو کاظمی | 🇵🇰✒️🖋🕊 (@Arzookazmi30) November 3, 2023
#India #Pakistan Relations #Kashmir https://t.co/IWSagCUOsn pic.twitter.com/ns2SzvbRQj
એક ટૉક શૉ દરમિયાન એક પાકિસ્તાની વિશ્લેષકે ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલી નાઝિયા ઈલાહીને પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે તમે (ભારત) તમારી બંદૂકધારી સેનાને માત્ર 15 મિનિટ માટે લાલ ચોકમાંથી હટાવી દો, ત્યાર બાદ કાશ્મીરના લોકો નારા લગાવશે કે કાશ્મીર પાકિસ્તાન બનશે.. જો આમ ન થાય તો હું માફી માંગીશ. ભારતે કાશ્મીર પર અત્યાચાર બંધ કરવો જોઈએ. અત્યાચાર બંધ થશે તો કાશ્મીર પાકિસ્તાન બની જશે. જોકે, આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ પાકિસ્તાની કાશ્મીરને લઈને આવી વાહિયાત વાત કરી હોય. આ પહેલા પણ પાકિસ્તાનના કેટલાય નેતાઓ કાશ્મીરને લઈને ભારતને ધમકી આપી ચૂક્યા છે.
ઓગસ્ટ 2019માં ભારતે કાશ્મીરમાંથી કલમ 370 અને 35A હટાવી ત્યારે પાકિસ્તાનમાં હંગામો મચી ગયો હતો. તેણે આ નિર્ણયને ખોટો ગણાવ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે આ અંગે બિનજરૂરી નિવેદનો શરૂ થયા. જોકે, આના પર ભારતે પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે આ અમારો આંતરિક મામલો છે અને આ અંગે કંઈ ન બોલવું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp