PM Narendra Modis Argentina Visit: મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે PM નરેન્દ્ર મોદીનો આર્જેન્ટિના પ્રવાસ કેમ ખાસ છે? જાણો ભારતને શું ફાયદો થશે
PM Narendra Modis Argentina Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્તમાનમાં 5 દેશોના પ્રવાસ પર છે. ત્રિનિદાદ અને ટોબેગો બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આર્જેન્ટિના પહોંચ્યા છે. આ યાત્રા ભારતના દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે 57 વર્ષમાં પહેલી વખત કોઈ ભારતીય વડાપ્રધાન દ્વિપક્ષીય યાત્રા માટે આર્જેન્ટિના ગયા છે. જોકે, વર્ષ 2018માં વડાપ્રધાન મોદી G20 સમિટમાં ભાગ લેવા માટે આર્જેન્ટિના ગયા હતા, પરંતુ ત્યારે તેઓ બહુપક્ષીય પરિષદનો હિસ્સો હતા. આ વખતે આ મુલાકાત પૂરી રીતે દ્વિપક્ષીય સહયોગને વિસ્તાર આપવા માટે છે.
જ્યારે વડાપ્રધાન મોદી આર્જેન્ટિનાના એઝીઝા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે તેમને ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિઅર માઇલી સાથે પણ મુલાકાત કરવાના છે. બંને દેશોના વડાઓ વચ્ચે રક્ષા, કૃષિ, ઉર્જા, ખનન, નવીનીકરણીય ઉર્જા, વિજ્ઞાન અને ટેક્નોલો તેમજ રોકાણ જેવા ઘણા વિષયો પર ચર્ચા થવાની છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ બેઠકનું ફોકસ લાભદાયી ભાગીદારી પર રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની યાત્રાને લઈને પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું હતું કે ભારત અને આર્જેન્ટિના વચ્ચે ઘણા ક્ષેત્રોમાં અપાર સંભાવનાઓ છે. આર્જેન્ટિના કૃષિ ઉત્પાદનોમાં અગ્રેસર છે અને ભારત માટે અનાજ અને તેલીબિયાંનો એક મહત્ત્વપૂર્ણ સ્ત્રોત બની શકે છે.
આર્જેન્ટિના લિથિયમ અને અન્ય દુર્લભ ખનિજોથી સમૃદ્ધ છે, જે ભારતના EV અને બેટરી ઉત્પાદન ઉદ્યોગ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આર્જેન્ટિનાનો વાકા મુએર્ટા શેલ ગેસ પ્રોજેક્ટ ભારત માટે લાંબા ગાળાની ઉર્જા ભાગીદારીનો માર્ગ ખોલી શકે છે. ભારતના આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (ISA)માં આર્જેન્ટિનાની ભાગીદારી બંને દેશોને ગ્રીન એનર્જી સહયોગ વધારવામાં મદદ કરી શકે છે.
આર્જેન્ટિનાની યાત્રા બાદ, વડાપ્રધાન મોદી 17મા બ્રિક્સ શિખર સંમેલન ભાગ લેવા માટે બ્રાઝિલ પણ જશે, જ્યાં બહુપક્ષીય વૈશ્વિક આર્થિક અને રાજકીય મુદ્દાઓ પર ચર્ચા થશે. ત્યારબાદ, વડાપ્રધાન મોદી રાજકીય યાત્રા માટે નામિબિયા જશે, જ્યાં ભારત-આફ્રિકા સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp