સોખડા સંપ્રદાયના પ્રેમ સ્વામીને અમેરિકામાં કડવો અનુભવ, હળહળતું અપમાન કરાયું !

સોખડા સંપ્રદાયના પ્રેમ સ્વામીને અમેરિકામાં કડવો અનુભવ, હળહળતું અપમાન કરાયું !

08/05/2022 National

SidhiKhabar

SidhiKhabar

સોખડા સંપ્રદાયના પ્રેમ સ્વામીને અમેરિકામાં કડવો અનુભવ, હળહળતું અપમાન કરાયું !

સોખડા સંપ્રદાયના (Sokhda Sect) નવા ગુરુ પ્રેમસ્વરૂપ સ્વામીનું અમેરિકાની ધરતી પર હળહળતું અપમાન થયું હોવાના સમાચાર વાયુવેગે ફેલાયા છે. અમેરિકાના (America) સોખડા સ્વામિનારાયણ સંચાલિત મંદિરે પ્રેમસ્વરૂપ સ્વામીને દર્શન ન કરવા દેતાં વિવાદ વકર્યો છે. અમેરિકામાં પ્રેમસ્વરૂપ સ્વામી દર્શન કરવા પહોંચ્યા હતા. જ્યાં બાઉન્સરોએ (Bouncers) અટકાવ્યા હતા. અમેરિકામાં પણ સામેના જૂથના સત્સંગી સહિતના બાઉન્સરોએ દર્શન માટે અટકાવતા ફરી મંદિરની જૂથબંધી સામે આવી છે. 


અમેરિકામાં પ્રેમસ્વરૂપ સ્વામીનું હળહળતું અપમાન થતાં તેમણે રસ્તા પરથી જ દંડવત કરી સંત નિર્ધારિત સત્સંગ સમારોહમાં પહોંચ્યા હતા. અગાઉ વડોદરા સોખડા હરિધામ મંદિરમાં ભક્તોને મંદિરમાં પ્રવેશતા રોક્યા હતા. તેનો પડઘો અમેરિકામાં પડ્યો હતો.


આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે હરિપ્રસાદ સ્વામીના આધ્યાત્મિક અનુગામી અને યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ ગુરુ પ્રેમસ્વરૂપ સ્વામી અમેરિકાની ધર્મ યાત્રાએ આવ્યા છે. આ ધર્મ યાત્રા દરમિયાન પ્રેમસ્વરૂપ સ્વામી ન્યૂ જર્સી સ્થિત આવેલ મંદિરે પધાર્યા હતા.


પરંતુ પ્રેમસ્વરૂપ સ્વામી અને ભક્તોને દર્શન કરવાની મનાઈ ફરમાવી દેવામાં આવી હતી. અમેરિકાના ન્યુ જર્સી મંદિરમાં શિલાન્યાસથી માંડીને નિર્માણના દરેક તબક્કે પ્રેમ સ્વરૂપ સ્વામીનું યોગદાન રહેલું છે. ત્યારે હવે તે જ મંદિરમાં પ્રેમ સ્વરૂપ સ્વામી અને ભક્તોને પ્રવેશવાની મનાઈ કરવામાં આવી રહી છે. 


અત્રે ઉલ્લેખનીય છે કે, આ અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં સોખડા સંપ્રદાયના નવા ગુરુ પ્રેમસ્વરૂપ સ્વામી જાહેર રસ્તા પરથી દંડવત કરી દર્શન કરી રહ્યા છે. જેને કારને અમેરિકામાં પ્રેમસ્વરૂપ સ્વામીનું હળહળતું અપમાન કરવામાં આવી રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top