BJP સાંસદ અપરાજિતા સારંગીએ પ્રિયંકા ગાંધીને '1984 કે દંગે' લખેલી બેગ આપી, જુઓ વીડિયો
Aparajita Sarangi: ભાજપના સાંસદ અપરાજિતા સારંગીએ સંસદ ભવન સંકુલમાં પ્રિયંકા ગાંધીને '1984 કે દંગે' લખેલી બેગ આપી હતી. આ બેગ પર રમખાણોની તસવીરો હતી. જ્યારે અપરાજિતાએ પ્રિયંકા ગાંધી તરફ બેગ લંબાવી તો તેણે તેને પોતાની પાસે રાખી. આ બેગ પહેલી નજરે 1984ના રમખાણોની યાદ અપાવે છે. 1984માં દેશની રાજધાની દિલ્હીમાં ભયાનક રમખાણોમાં સેંકડો લોકોના મોત થયા હતા.
વાસ્તવમાં પ્રિયંકા ગાંધી આ દિવસોમાં પોતાની બેગને લઈને ચર્ચામાં છે. તેઓ સતત નવી બેગ લઈને સંસદ ભવન પહોંચે છે. તેમની બેગ પર કેટલાક નવા સ્લોગન પણ લખેલા હોય છે. ક્યારેક અદાણી, ક્યારેક બાંગ્લાદેશ તો ક્યારેક પેલેસ્ટાઈન લખેલી બેગ લાઇમલાઇટ મેળવી રહ્યા છે. આ દરમિયાન આજે ભાજપના સાંસદ અપરાજિતા સારંગીએ તેમને 1984ના રમખાણોની યાદ અપાવતી બેગ આપી હતી.
અપરાજિતા સારંગીએ પ્રિયંકા ગાંધીને જે બેગ આપી તેના પર 1984 લખેલું છે. આ બેગ 1984ના રમખાણોની યાદ અપાવે છે. અપરાજિતાએ કહ્યું કે તેઓ સંસદમાં નવી-નવી બેગ લઇને આવે છે, એટલે મેં પણ તેને બેગ ગિફ્ટ કરવાનું વિચાર્યું. આ બેગ 1984ના રમખાણોની યાદ અપાવે છે.
.@priyankagandhi takes a bag which has 1984 mentioned on it - she was given this bag by @AprajitaSarangi . pic.twitter.com/Z1YYfbfLGI — Utkarsh Singh (@utkarshs88) December 20, 2024
.@priyankagandhi takes a bag which has 1984 mentioned on it - she was given this bag by @AprajitaSarangi . pic.twitter.com/Z1YYfbfLGI
UPના CM યોગી આદિત્યનાથે સંસદ સંકુલની અંદર પેલેસ્ટાઈન લખેલી બેગ લઈ જવા બદલ પ્રિયંકા ગાંધીની ઝાટકણી કાઢી હતી. આદિત્યનાથે વિધાનસભામાં શિયાળુ સત્રના બીજા દિવસે કહ્યું હતું કે કોંગ્રેસના એક નેતા પેલેસ્ટાઈનની બેગ લઈને સંસદમાં ફરી રહ્યા છે અને અમે ઉત્તર પ્રદેશના યુવાનોને ઈઝરાયલ મોકલી રહ્યા છીએ. વાયનાડથી કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી સંસદમાં એક હેન્ડબેગ લઈને જતા જોવા મળ્યા, જેના પર લખ્યું હતું કે, "બાંગ્લાદેશના હિંદુઓ અને ખ્રિસ્તીઓ સાથે ઉભા રહો." તેના એક દિવસ અગાઉ, તે પેલેસ્ટાઈન લખેલી હેન્ડબેગ લઈને પહોંચ્યા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp