One Nation One Election: JPCની કમાન કોને મળી? જેમાં પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યો હશે

One Nation One Election: JPCની કમાન કોને મળી? જેમાં પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યો હશે

12/19/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

One Nation One Election: JPCની કમાન કોને મળી? જેમાં પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યો હશે

One Nation One Election: વન નેશન વન ઇલેક્શન બિલની વિગતવાર સમીક્ષા માટે રચવામાં આવેલ JPCના સભ્યો કોણ-કોણ હશે? આ અંગે સભ્યોના નામ બહાર આવ્યા છે. પીપી ચૌધરી JPCના અધ્યક્ષ રહેશે. આ ઉપરાંત પ્રિયંકા ગાંધી, અનુરાગ ઠાકુર સહિત 31 સભ્યો પણ બનાવવામાં આવ્યા છે, જેમાં રાજ્યસભાના સાંસદો પણ સામેલ છે. ચાલો જાણીએ JPCમાં કોના-કોના નામ સામેલ છે?


JPCની કમાન ભાજપના સાંસદ પીપી ચૌધરીને સોંપવામાં આવી

JPCની કમાન ભાજપના સાંસદ પીપી ચૌધરીને સોંપવામાં આવી

વન નેશન વન ઇલેક્શન બિલને લઇને લોકસભામાં ભારે હોબાળો થયો હતો. ત્યારબાદ મોદી સરકારે આ બિલને જોઇન્ટ પાર્લામેન્ટરી કમિટી (JPC)ને મોકલી દીધું. સરકારની ભલામણ પર JPCની રચના કરવામાં આવી, જેની કમાન ભાજપના સાંસદ પીપી ચૌધરીને સોંપવામાં આવી છે. પીપી ચૌધરીની JPCના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

સંયુક્ત સંસદીય સમિતિમાં લોકસભામાંથી 21 અને રાજ્યસભામાંથી 10 સભ્યો બનાવવામાં આવ્યા છે. પ્રિયંકા ગાંધી વાડ્રા, મનીષ તિવારી, ધર્મેન્દ્ર યાદવ, કલ્યાણ બેનર્જી, સુપ્રિયા સુલે, શ્રીકાંત એકનાથ શિંદે, સંબિત પાત્રા, અનિલ બલૂની, અનુરાગ સિંહ ઠાકુરની JPC સભ્યો તરીકે નિમણૂક કરવામાં આવી છે. હવે JPC વન નેશન વન ઇલેક્શન બિલ પર વિસ્તૃત ચર્ચા કરશે. તેમજ વિપક્ષ અને નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા બાદ સમિતિ પોતાનો અહેવાલ સરકારને સુપરત કરશે.


જુઓ JPCમાં સામેલ નેતાઓના નામ

જુઓ JPCમાં સામેલ નેતાઓના નામ

પીપી ચૌધરી

ડૉ. સી.એમ. રમેશ

બાંસુરી સ્વરાજ

પરષોત્તમભાઇ રૂપાલા

અનુરાગ સિંહ ઠાકુર

વિષ્ણુ દયાલ રામ

ભર્તૃહરિ મહતાબ

ડૉ. સંબિત પાત્રા

અનિલ બલૂની

વિષ્ણુ દત્ત શર્મા

પ્રિયંકા ગાંધી વાડ્રા

મનીષ તિવારી

સુખદેવ ભગત

ધર્મેન્દ્ર યાદવ

કલ્યાણ બેનર્જી

ટી.એમ. સેલ્વગણપતિ

જી.એમ. હરીશ બાલયોગી

સુપ્રિયા સુલે

ડૉ. શ્રીકાંત એકનાથ શિંદે

ચંદન ચૌહાણ

બાલશોવરી વલ્લભનેની.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top