Nepal Clash: ગઇકાલે નેપાળમાં પરિસ્થિતિ વણસી ગઇ હતી, પરંતુ હવે જનજીવસ સામાન્ય થતું દેખાઈ રહ્યું છે. શનિવારે કાઠમાંડુમાં લાગવામાં આવેલું કર્ફ્યૂ હટાવી દેવામાં આવ્યું છે. વાસ્તવમાં ગઈકાલે નેપાળમાં, હિન્દુ રાજ્યની પુનઃસ્થાપનાની માગણી કરતા રાજાશાહીના સમર્થકો પોતાના હાથમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીના યોગી આદિત્યનાથ અને નેપાળના રાજા જ્ઞાનેન્દ્રનું બેનર લઇને પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. ત્યારબાદ સમગ્ર નેપાળમાં ખળભળાટ મચી ગયો હતો. અહીં હિન્દુ રાજ્યની પુનઃસ્થાપનાની માગ ફરીથી તેજ બની છે. કાઠમંડુમાં રાજાશાહી સમર્થકો અને પોલીસ વચ્ચે અથડામણ પણ થઇ હતી. ત્યારબાદ અહીં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યું છે. સમર્થકોએ ઘણી જગ્યાએ આગચંપી અને તોડફોડ પણ કરી છે.
રિપોર્ટ અનુસાર, એવી માહિતી મળી રહી છે કે નેપાળ પોલીસે રાજાશાહી સમર્થકોને વિખેરવા માટે ટીયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. તો પ્રદર્શનકારીઓએ એક ઘરને આગ ચાંપી દીધી અને સુરક્ષા બેરિકેડ તોડવાનો પ્રયાસ કર્યો. અહીં રાજાશાહી સમર્થકોએ પોલીસ પર પથ્થરમારો કરીને સુરક્ષા ઘેરો તોડવાનો પ્રયાસ કર્યો, ત્યારે પરિસ્થિતિ વધુ વણસી ગઈ. આ દરમિયાન પ્રદર્શનકારીઓ અને નેપાળ પોલીસ વચ્ચે અથડામણ પણ થઈ, જેના કારણે ઘણા સુરક્ષા કર્મચારીઓ અને પ્રદર્શનકારી ઇજાગ્રસ્ત થઇ ગયા. અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે કેટલાક ઇજાગ્રસ્તોની સારવાર ટિંકુને સ્થિત કાંતિપુર હૉસ્પિટલમાં ચાલી રહી છે.
એવું કહેવામાં આવે છે કે ટિંકુને વિસ્તારમાં પરિસ્થિતિ કાબૂ બહાર ગયા બાલ પોલીસે ખાલી રાઉન્ડ ફાયરિંગ પણ પણ કર્યું હતું, જ્યાં હજારો રાજાશાહીવાદીઓએ 'રાજા આવો દેશ બચાવો', 'ભ્રષ્ટ સરકાર મુર્દાબાદ' અને 'અમને રાજાશાહી પાછી જોઈએ છે' જેવા નારા લગાવ્યા હતા અને નેપાળમાં રાજાશાહી પુનઃસ્થાપિત કરવાની માગ કરવામાં આવી હતી.
એક સાક્ષીએ જણાવ્યું હતું કે, અથડામણમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો, અને રાજાશાહી તરફી અને વિરોધી બંને જૂથોએ અલગ-અલગ પ્રદર્શનો કર્યા હોવાથી વધુ હિંસા અટકાવવા માટે સેંકડો પોલીસ તૈનાત કરવામાં આવી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ત્રિભુવન એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, વર્ષ 2008માં, નેપાળે સંસદીય ઘોષણા દ્વારા પોતાની 240 વર્ષ જૂની રાજાશાહીનો અંત કરી દીધો હતો અને એક ધર્મનિરપેક્ષ, સંઘીય લોકશાહી પ્રજાસત્તાકમાં પરિવર્તિત થયો. જોકે, ભૂતપૂર્વ રાજા જ્ઞાનેન્દ્રએ લોકશાહી દિવસ (19 ફેબ્રુઆરી)ના રોજ એક વીડિયો સંદેશમાં જાહેર સમર્થન માટે હાકલ કર્યા બાદ રાજાશાહીવાદીઓ તેની પુનઃસ્થાપનની માગ કરી રહ્યા છે. 9 માર્ચના રોજ, રાજાશાહી તરફી કાર્યકરોએ જ્ઞાનેન્દ્રના સમર્થનમાં એક રેલી યોજી હતી, જેઓ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈને કાઠમંડુ પાછા ફર્યા હતા.