પંજાબ કિંગ્સને લાગ્યો જોરદાર ઝટકો, એક સાથે 6 ખેલાડી SRH સામેની મેચમાં થયા બહાર
પંજાબ કિંગ્સ IPL પ્લેઓફની રેસથી બહાર થઈ ચૂકી છે અને ટીમ પોતાની છેલ્લી લીગ સ્ટેજ મેચ રવિવાર (19 મેના રોજ) સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમશે. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ સેમ કરન, જોની બેયરસ્ટો, કાગીસૉ રબાડા, લિયામ લિવિંગસ્ટોન, શિખર ધવન અને ક્રિસ વોક્સ મેચનો હિસ્સો નહીં હોય.
ટીમનો ફાસ્ટ બોલર કાગીસૉ રબાડા ફોલ્લાની સમસ્યાથી ઝઝૂમી રહ્યો છે અને સારવાર માટે દક્ષિણ આફ્રિકા જતો રહેશે. તો ટૂર્નામેન્ટની શરૂઆતથી ખભાની ઇજાથી બહાર ચાલી રહેલો ધવન પણ અંતિમ 2 મેચ નહીં રમે. ઇંગ્લેન્ડનો ઑલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોન ઇજાગ્રસ્ત હોવાના કારણે, તો ક્રિસ વોક્સ પોતાના પિતાના નિધનના કારણે પહેલા જ ઈંગ્લેન્ડ જતો રહ્યો છે. પંજાબનો કાર્યવાહક કેપ્ટન સેમ કરન અને જોની બેયરસ્ટો આજે રાજસ્થાન વિરુદ્ધ થનારી મેચ બાદ ઈંગ્લેન્ડ જતા રહેશે. ઉલ્લેખનીય છે કે ઇંગ્લેન્ડે T20 વર્લ્ડ કપની તૈયારી માટે 22 મેથી પાકિસ્તાન વિરુદ્ધ T20 સીરિઝ રમવાની છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp