'UPમાં બંધારણ નહીં, મનુસ્મૃતિ..', હાથરસની ઘટનાને લઇને રાહુલ ગાંધીએ સરકાર પર કર્યા પ્રહાર

'UPમાં બંધારણ નહીં, મનુસ્મૃતિ..', હાથરસની ઘટનાને લઇને રાહુલ ગાંધીએ સરકાર પર કર્યા પ્રહાર

12/14/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

'UPમાં બંધારણ નહીં, મનુસ્મૃતિ..', હાથરસની ઘટનાને લઇને રાહુલ ગાંધીએ સરકાર પર કર્યા પ્રહાર

Rahul Gandhi in Lok Sabha: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શનિવારે ગૃહમાં બંધારણ પર ચર્ચામાં ભાગ લીધો હતો. આ દરમિયાન રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. હાથરસ રેપ કેસને લઈને UPની યોગી સરકાર પણ રાહુલના નિશાના પર હતી. રાહુલે કહ્યું કે, હાથરસમાં 4 વર્ષ અગાઉ એક દલિત છોકરી પર બળાત્કાર થયો હતો. ગુનેગારો બહાર ફરતા હોય છે જ્યારે પીડિત પરિવાર જેલવાસની જિંદગી જીવે છે આ બંધારણમાં ક્યાં લખ્યું છે? UPમાં મનુસ્મૃતિ લાગૂ છે, બંધારણ નહીં.

રાહુલ ગાંધીએ કહ્યું કે, બંધારણમાં આંબેડકર અને ગાંધી નેહરુના વિચારો છે. તે વિચારોના સ્ત્રોત શિવ, બુદ્ધ, મહાવીર, કબીર વગેરે હતા. બંધારણ વિશે સાવરકરે કહ્યું હતું કે, બંધારણની સૌથી ખરાબ વાત એ છે કે તેમાં ભારતીય કંઈ પણ નથી. તેની જગ્યાએ મનુસ્મૃતિ લાગૂ થવી જોઈએ. જ્યારે તમે બંધારણ બચાવવાની વાત કરો છો ત્યારે તમે તમારા નેતા સાવરકરની મજાક ઉડાવી રહ્યા છો.


જ્ઞાતિની વસ્તી ગણતરી પર રાહુલે શું કહ્યું?

જ્ઞાતિની વસ્તી ગણતરી પર રાહુલે શું કહ્યું?

રાહુલ ગાંધીએ કહ્યું કે, જે રીતે દ્રોણાચાર્યએ એકલવ્યનો અંગૂઠો કાપ્યો, એ જ રીતે તમે ભારતના યુવાનોના અંગૂઠા કાપી રહ્યા છો. જ્યારે તમે ધારાવીને અદાણીને વેચો છો, ત્યારે તમે ધારાવીના લોકોનો અંગૂઠો કરડો છો. જ્યારે તમે અદાણીને મદદ કરો છો, ત્યારે તમે દેશના લોકોનો અંગૂઠો કરડો છો. અમે બતાવવા માગીએ છીએ કે તમે દેશમાં જાતિ ગણતરી દ્વારા દેખાડવા માગીએ છીએ કે તમે કોનો અંગૂઠો કાપ્યો છે. અમે જ અનામતની મર્યાદાની 50 ટકા દિવાલને પણ તોડી પાડીશું.


હાથરસ ઘટના પર ભાજપ પર પ્રહાર કર્યો

હાથરસ ઘટના પર ભાજપ પર પ્રહાર કર્યો

લોકસભા અધ્યક્ષે કહ્યું કે, તમારી પાસેથી અપેક્ષા છે કે તમે બંધારણ પર પણ બોલશો. તેના પર રાહુલે જવાબ આપ્યો કે બંધારણમાં એકાધિકાર અને ભેદભાવનો કોઈ ઉલ્લેખ નથી. UPમાં હાથરસની ઘટનાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, "હાથરસમાં 4 વર્ષ અગાઉ એક દલિત યુવતી પર બળાત્કાર થયો હતો.

તેમણે કહ્યું કે, ગુનેગારો બહાર ફરતા હોય છે જ્યારે પીડિતાના પરિવારો જેલવાસની જિંદગી જીવી રહ્યા હોય છે. બંધારણમાં આ ક્યાં લખ્યું છે? UPમાં મનુસ્મૃતિ લાગૂ છે, બંધારણ નહીં. સરકારે બીજી જગ્યાએ પરિવારને ઘર આપવાનું વચન પાળ્યું નથી. સંભલમાં નિર્દોષ લોકો મારી નાખવામાં આવ્યા. આ લોકો એક ધર્મ સામે બીજા ધર્મની લડાઈ લડે છે.


બીજેપી નેતા રવિશંકરનો રાહુલ ગાંધી પર ટોણો

બીજેપી નેતા રવિશંકરનો રાહુલ ગાંધી પર ટોણો

લોકસભામાં સંવિધાન પર ચર્ચા દરમિયાન રવિશંકરે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપના સાંસદે ગૃહમાં કહ્યું, 'આજે મને નવું જ્ઞાન મળ્યું છે. 6-7 વર્ષમાં યુવા થઇ જાય છે. તપસ્યાથી ગરમી આવે છે? હું જાણું છું કે તેમને સાવરકર સામે વાંધો છે. તેમને એકવાર આંદામાન અને નિકોબાર જેલમાં લઈ જવા જોઈએ, જેથી તેઓ અનુભવી શકે કે સાવરકર પર શું વીતી હતી. ટ્યુટર બદલવો જરૂરી છે. વિપક્ષે સરદાર પટેલ અને મૌલાના આઝાદના નામ કેમ ન લીધા?'


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top