અમદાવાદના હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર આગામી 4 દિવસ એટલે કે 26 ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં શુષ્ક હવામાન રહેવાની શક્યતા છે. જોકે, 27 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત 15 જિલ્લાઓમાં અને 28 ડિસેમ્બરે 13 જિલ્લાઓમાં હળવો વરસાદ થવાની સંભાવના છે.
આ ઉપરાંત 27 ડિસેમ્બરે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં હળવો વરસાદ થવાની સંભાવના છે.
28મી ડિસેમ્બરે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે.
29 ડિસેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, દમણ, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, નગર, તાપી અને દાદરા હવેલીમાં વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતના નલિયામાં ગત રાત્રે 7.2 ડિગ્રી, ભુજમાં 12.4, રાજકોટમાં 13, સુરેન્દ્રનગરમાં 13, મહુવામાં 13.5, કેશોદમાં 13.9, પોરબંદરમાં 14.4, અમરેલીમાં 14.8, કંડલા પોર્ટમાં 15, ડિસામાં 16.1, ભાવનગરમાં 16.2, ગાંધીનગરમાં 16.4, વડોદરામાં 17.4, દ્વારકામાં 17.4, અમદાવાદમાં 17.6, વલ્લભવિદ્યાનગરમાં 17.8, સુરતમાં 19.2 અને ઓખામાં 19.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.