Rain forecast: ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, હવામાનમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય
Rain Forecast Gujarat: રાજ્યમાં આગામી અઠવાડિયામાં ભારે વરસાદની રેલમછેલ રહેશે. લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાથી વરસાદ આવશે. ગુજરાત રાજ્યમાં આગામી 7 ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાથી વરસાદ આવશે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની સંભાવના છે. અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગરમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ભાવનગર, બોટાદ, પોરબંદર, જૂનાગઢમાં રેડ એલર્ટ સાથે અમદાવાદમાં થંડરસ્ટ્રોમ સાથે વરસાદની આગાહી કરાઈ છે.
મેઘરાજા તાંડવે ઉતર્યા છે ત્યારે દરિયા ખેડુઓને દરિયાથી દૂરી બનાવવાનું સુચન અપાયું છે. 21 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 11 તાલુકામાં અતિભારે વરસાદની આગાહી સાથે 15 તાલુકામાં ભારે વરસાદને લઈ એલર્ટ છે. ભારે વરસાદને પગલે રાજ્યભરમાં 18 લોકોના મોત થયા છે. તથા 20 જિલ્લાઓમાં SDRFની ટીમ તૈનાત કરાઈ છે. વરસાદી પાણીની આવક થતાં સૌરાષ્ટ્રના 7 ડેમ હાઈએલર્ટ પર છે. તેમજ ભારે વરસાદને પગલે 134 માર્ગોનો વાહન વ્યવહાર ખોટકાયો છે.
રાજ્યમાં ચોમાસાની શરૂઆતમાં જ મેઘરાજાએ મુશળધાર વરસીને તાંડવ શરૂ કરી દીધું છે. રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ (Heavy Rains) થતાં ઠેર ઠેર પાણી ભરાયા છે. ભાવનગર, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, છોટાઉદેપુર, બોટાદ સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં અઢળક વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા વિવિધ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ (Red Alert) અપાયું છે. 61 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાણી સંભાવના પણ છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને રાજકોટમાં રેડ આપવામાં આવ્યું છે. મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, આણંદ, ભરૂચ અને સૌરાષ્ટ્રના અન્ય તમામ જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ (Orange Alert) આપવામાં આવ્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp