કોણ છે લોકો પાયલટ SSP તિર્કી, જેમને PM મોદીએ શપથગ્રહણ કાર્યક્રમમાં બોલાવ્યા, નિમંત્રણ પર શું કહ

કોણ છે લોકો પાયલટ SSP તિર્કી, જેમને PM મોદીએ શપથગ્રહણ કાર્યક્રમમાં બોલાવ્યા, નિમંત્રણ પર શું કહ્યું?

06/08/2024 National

SidhiKhabar

SidhiKhabar

કોણ છે લોકો પાયલટ SSP તિર્કી, જેમને PM મોદીએ શપથગ્રહણ કાર્યક્રમમાં બોલાવ્યા, નિમંત્રણ પર શું કહ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે રાંચી રેલ મંડળના લોકો પાયલટ SSP તિર્કીને આમંત્રણ મળ્યું છે. તે રાંચી-હાવડા અને રાંચી-વારાણસી વંદેભારત એક્સપ્રેસમાં લોકો પાયલટ છે. રાંચી-હાવડા વંદેભારતનું પહેલું સંચાલન કરનાર પહેલા આદિવાસી લોકો પાયલટોની લિસ્ટમાં પણ છે. તેઓ પોતાના પત્ની સામાજિક કાર્યકર્તા મેરી તિર્કી સાથે શુક્રવારે દિલ્હી પહોંચી ગયા. તેઓ બિરસા ચોક પાસે રહે છે. તેમણે કહ્યું કે, આ કાર્યક્રમમાં બોલાવવા ગર્વની વાત છે. તેનાથી મનમાં ઉત્સાહ અને કાર્યમાં ઊર્જાનો સંચાર થાય છે.


10 લોકો પાયલટોને સમારોહ માટે બોલાવાયા

10 લોકો પાયલટોને સમારોહ માટે બોલાવાયા

દેશભરમાંથી 10 લોકો પાયલટોને આ સમારોહ માટે બોલાવવામાં આવ્યા છે. SSP તિર્કીએ કહ્યું કે, તેણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે આટલા મોટા કાર્યક્રમમાં સામેલ થવા, ક્યારેય તેના જેવા સાધારણ રેલવે કર્મીને બોલાવવામાં આવશે. તે પોતાના કામ પ્રત્યે હંમેશાં ઈમાનદાર રહ્યો છે. વડાપ્રધાનાં શપથ ગ્રહણનું નિમંત્રણ મેળવીને તેને ઘણો ગર્વ થી રહ્યો છે. તિર્કી વર્તમાનમાં રાંચીથી બનારસ અને રાંચીથી હાવડા જતી વંદે ભારત ટ્રેનના ચાલક છે. તે રાજધાની જેવી ટ્રેનોમાં પણ ચાલક રહી ચૂક્યો છે. લોકો પાયલટની પત્નીએ કહ્યું કે, પતિને મળેલા સન્માનથી તે ખૂબ ખુશ છે.


લોકો પાયલટ સુરેખા યાદવ પણ થશે સામેલ:

લોકો પાયલટ સુરેખા યાદવ પણ થશે સામેલ:

એશિયાની પહેલી મહિલા લોકો પાયલટ સુરેખા યાદવ પણ વડાપ્રધાન મોદીના શપથગ્રહણ સમારોહમાં સામેલ થશે. મધ્ય રેલવેના એક કર્મચારીએ શુક્રવારે આ જાણકારી આપી. મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લેશે. અધિકારીએ જણાવ્યું કે, છત્રપતિ મહારાજ ટર્મિનસ-સોલાપુરથી વંદે ભારત ટ્રેનનું સંચાલન કરી રહેલી સુરેખા એ 10 લોકો પાયલટમાં સામેલ છે, જેને 9 જૂને નવી દિલ્હીમાં આયોજિત થનારા સમારોહ માટે આમંત્રિત કરવામાં આવી છે.


વડાપ્રધાનના શપથગ્રહણની તૈયારી પૂરી:

વડાપ્રધાનના શપથગ્રહણની તૈયારી પૂરી:

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શુક્રવારે NDA સંસદીય દળના નેતા નરેન્દ્ર મોદીની વડાપ્રધાન તરીકે નિમણૂક કરી અને તેમને સરકાર બનાવવા માટે આમંત્રિત કર્યા. તેમની ત્રીજી વખત તાજપોશીની તૈયારી પૂરી થઈ ગઈ છે. નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 9 જૂને રાષ્ટ્રપતિ ભવનમાં સાંજે 7:15 વાગ્યે થશે. આ અગાઉ NDA સંસદીય દળની બેઠકમાં બધાએ એક સ્વરમાં મોદીના સમર્થનની જાહેરાત કરી. ઘટક દળમાં નેતાઓએ પોતાના સંબોધનમાં મોદીના છેલ્લા 10 વર્ષોના કાર્યકાળની ઉપલબ્ધિઓ અને તેમના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top