"મહેરબાની કરીને યૂકેમાં અમર, અકબર એન્થનીને ફરીથી બનાવવામાં આવે": લંડનના મેયરે કર્યો આગ્રહ

"મહેરબાની કરીને યૂકેમાં અમર, અકબર એન્થનીને ફરીથી બનાવવામાં આવે": લંડનના મેયરે કર્યો આગ્રહ

10/31/2023 Glamour

SidhiKhabar

SidhiKhabar

બોલીવૂડની સુપરડૂપર હિટ ફિલ્મ 'અમર અકબર એન્થની' ફરી બનાવવામાં આવે તેવો આગ્રહ લંડનના મેયર સાદિક ખાને કર્યો છે.

મેયરે જણાવ્યુ હતુ કે, મારી પાસે બોલીવૂડ માટે એક પ્રસ્તાવ છે. મહેરબાની કરીને યૂકેમાં અમર, અકબર એન્થનીને ફરીથી બનાવવામાં આવે. કારણકે હાલ અહીં  રાજા તરીકે એક ઈસાઈ કિંગ ચાર્લ્સ છે, હું સાદિક ખાન મેયર છું અને એક હિન્દુ ઋષિ સુનક અમારા વડાપ્રધાન છે.


"... મારી ઈચ્છા અમિતાભનું પાત્ર ભજવવાની છે"

ફિલ્મમાં અમિતાભે ઈસાઈનું પાત્ર ભજવ્યું હતું. જોકે, સાદિક ખાને રમૂજમાં કહ્યું હતું કે વાસ્તવમાં મારી ઈચ્છા અમિતાભનું પાત્ર ભજવવાની છે.

ફિલ્મમાં હિન્દુ પોલીસ ઈન્સ્પેક્ટરની ભૂમિકા વિનોદ ખન્ના તથા મુસ્લિમ યુવકની ભૂમિકા ઋષિ કપૂરે ભજવી હતી. આ ફિલ્મ અમિતાભ બચ્ચનની કારકિર્દીની સૌથી હિટ ફિલ્મોમાંની એક મનાય છે. મનમોહન દેસાઈએ આ ફિલ્મ બનાવી હતી.

સાદિક ખાને જણાવ્યુ ંહતું કે લંડન બોલીવૂડને આવકારવા માટે હંમેશા ઉત્સુક છે. અહીંના અનેક લોકેશન્સ પર બોલીવૂડ ફિલ્મોનાં શૂટિંગ થયા છે.

સાદિક ખાન મૂળ પાકિસ્તાનના છે અને પાકિસ્તાનમાં બોલીવૂડ ફિલ્મો ખાસ્સી લોકપ્રિય હોવાથી સાદિક ખાન પોતે પણ બોલીવૂડ ફિલ્મોના ચાહક છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top