ગુજરાતમાં ગ્રીન એનર્જી અને અન્ય પ્રોજેક્ટસમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 5.95 લાખ કરોડના રોકાણો કરશે

ગુજરાતમાં ગ્રીન એનર્જી અને અન્ય પ્રોજેક્ટસમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 5.95 લાખ કરોડના રોકાણો કરશે

01/13/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતમાં ગ્રીન એનર્જી અને અન્ય પ્રોજેક્ટસમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 5.95 લાખ કરોડના રોકાણો કરશે

ગાંધીનગર: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ગુજરાતને નેટ ઝીરો અને કાર્બન ફ્રી બનાવવાના હેતુથી ગુજરાત સરકાર સાથે રૂ. 5.95 લાખ કરોડના રોકાણો માટે ગાંધીનગરમાં MoU થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં આ MoU પર ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વતી ગૃપ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીએ હસ્તાક્ષર કર્યા હતા.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022 અંતર્ગત રોકાણ પ્રોત્સાહન રૂપે રિલાયન્સ દ્વારા આ MoU કરવામાં આવ્યા હતા. તદ્દઅનુસાર, રાજ્યમાં આવનારા દસકમાં 100 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી પાવર પ્લાન્ટ અને ગ્રીન હાઇડ્રોજન ઇકો-સિસ્ટમના વિકાસ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝએ રૂ. 5 લાખ કરોડના આ સૂચિત રોકાણો કર્યા છે.

રિન્યુએબલ એનર્જી તથા ગ્રીન હાઇડ્રોજન કેપ્ટીવ ઉપયોગની નવી ટેક્નોલોજી તથા ઇનોવેશન અપનાવવા નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને સહાયરૂપ બનવા અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહિત કરવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઇકોસિસ્ટમ વિકસાવશે. આ સૂચિત પ્રોજેક્ટના પરિણામે રાજ્યમાં પ્રત્યક્ષ અને પરોક્ષ મળીને અંદાજે 10 લાખ જેટલી રોજગારીની તકોનું સર્જન થશે તેમ જણાવવામાં આવ્યું છે.

આ MoU ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ન્યૂ એનર્જી મેન્યૂફેકચરીંગ-ઇન્ટીગ્રેટેડ રિન્યુએબલ મેન્યૂફેકચરીંગ અન્વયે 60 હજાર કરોડનું રોકાણ કરશે. આ ન્યૂ એનર્જી મેન્યુફેકચરીંગ અન્વયે સોલાર પી.વી. મોડ્યુલ, ઇલેકટ્રોલાઇઝર, એનર્જી સ્ટોરેજ બેટરી, ફયુઅલ સેલ્સ સહિતની સુવિધાઓ સ્થપાશે.

તદુપરાંત, રિલાયન્સ જિઓ નેટવર્કને 5G માં અપગ્રેડ કરવા આગામી વર્ષોમાં 7500 કરોડ, આવનારા પાંચ વર્ષમાં રિલાયન્સ રિટેઇલમાં રૂ. 3000 કરોડ અને હાલના તથા નવા પ્રોજેક્ટસમાં મળીને રૂ. 25 હજાર કરોડના રોકાણોના પ્રસ્તાવ પણ તેમણે રજૂ કર્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રીન-કલીન અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી એનર્જી ઉત્પાદનમાં ગુજરાતને અગ્રેસર બનાવવામાં આ સૂચિત પ્રોજેક્ટસ મહત્વપૂર્ણ બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top