'સોનિયા ગાંધી નહેરુના પત્રો લઈ ગયા, પાછા આપો', PM મેમોરિયલે રાહુલ ગાંધીને પત્ર લખ્યો
PM Memorial writes to Rahul Gandhi: પ્રધાનમંત્રીના સંગ્રહાલય અને પુસ્તકાલય (PMML)એ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ દ્વારા લખેલા અંગત પત્રો પરત કરવા ઔપચારિક વિનંતી કરી છે. આ પત્રો વર્ષ 2008માં UPA શાસન દરમિયાન સોનિયા ગાંધીને મોકલવામાં આવ્યા હતા. 10 ડિસેમ્બરના રોજ લખેલા પત્રમાં PMMLના સભ્ય રિઝવાન કાદરીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સોનિયા ગાંધી પાસેથી અસલ પત્ર પરત લેવા અથવા તેની ફોટોકોપી અથવા ડિજિટલ કોપી આપવા વિનંતી કરી હતી. આ વર્ષે સપ્ટેમ્બરમાં પણ PMMLએ સોનિયા ગાંધીને પત્ર પરત કરવાની વિનંતી કરી હતી.
જવાહરલાલ નેહરુએ લખેલા આ પત્રોને ઐતિહાસિક માનવામાં આવે છે. તેમને વર્ષ 1971માં જવાહરલાલ નહેરુ મેમોરિયલ દ્વારા નેહરુ મેમોરિયલ મ્યૂઝિયમ અને લાઇબ્રેરી (હવે PMML)ને સોંપવામાં આવ્યા હતા. જો કે, વર્ષ 2008માં, તેમને 51 બોક્સમાં પેક કરીને સોનિયા ગાંધીને મોકલવામાં આવ્યા હતા. આ સંગ્રહમાં નેહરુ અને એડવિના માઉન્ટબેટન, આલ્બર્ટ આઈન્સ્ટાઈન, જયપ્રકાશ નારાયણ, પદ્મજા નાયડુ, વિજયા લક્ષ્મી પંડિત, અરુણા આસફ અલી, બાબૂ જગજીવન રામ અને ગોવિંદ બલ્લભ પંત જેવી અગ્રણી હસ્તીઓ વચ્ચેના પત્રવ્યવહારનો સમાવેશ થાય છે.
PMMLએ પોતાના પત્રમાં લખ્યું છે કે, આ પત્રો ભારતીય ઈતિહાસના મહત્ત્વના સમયગાળા વિશે અમૂલ્ય માહિતી પ્રદાન કરે છે. આ કારણોસર, PMMLએ તેમને સંસ્થાના આર્કાઇવ્સમાં પાછા મોકલવાની માગ કરી છે. અમે સમજીએ છીએ કે આ દસ્તાવેજો 'નેહરુ પરિવાર' માટે વ્યક્તિગત મહત્ત્વ ધરાવે છે. PMML માને છે કે આ ઐતિહાસિક સામગ્રીઓથી વિદ્વાનો અને સંશોધકોને ખૂબ ફાયદો થશે."
PMML દ્વારા પત્ર પરત માગ્યા બાદ ભાજપે ગાંધી પરિવાર પર નિશાનો સાધ્યો છે. BJP IT સેલના પ્રભારી અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, "મને જે ખાસ રસપ્રદ લાગ્યું તે એ છે કે નહેરુજીએ એડવિના માઉન્ટબેટનને શું લખ્યું હશે જે આવી સેન્સરશિપની જરૂર પડી? શું રાહુલ ગાંધી આ આ પત્રોને પરત મેળવવા કાર્યવાહી કરશે?"
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp