રોબિન ઉથપ્પાએ આ ખેલાડીને રોહિત શર્માનો ઉત્તરાધકારી કહ્યો

રોબિન ઉથપ્પાએ આ ખેલાડીને રોહિત શર્માનો ઉત્તરાધકારી કહ્યો

05/28/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

રોબિન ઉથપ્પાએ આ ખેલાડીને રોહિત શર્માનો ઉત્તરાધકારી કહ્યો

IPL 2024માં શ્રેયસ ઐય્યરની કેપ્ટન્સીમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ જોરદાર પ્રદર્શન કર્યું અને ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરબાદ (SRH)ને હરાવીને ટ્રોફી પર કબજો કર્યો. કોલકાતાની જીત બાદ કેપ્ટન શ્રેયસ ઐય્યરના ખૂબ ચર્ચા થઈ રહી છે. તેની બેટિંગ સિવાય કેપ્ટન્સીના પણ ઘણા દિગ્ગજ ફેન બની ગયા. આખી સીઝન જે પ્રકારે શ્રેયસ ઐય્યરે કોલકાતાને સંભાળી અને ટીમને મંજિલ સુધી પહોંચાડી તેના વખાણ થઈ રહ્યા છે. આ દરમિયાન રોબિન ઉથપ્પાએ શ્રેયસ ઐય્યરને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. તેણે શ્રેયસ ઐય્યરને ભારતીય ટીમનો આગામી કેપ્ટન બનવાનો દાવેદાર બતાવ્યો છે.


શ્રેયસ બની શકે છે ભારતીય ટીમનો કેપ્ટન:

શ્રેયસ બની શકે છે ભારતીય ટીમનો કેપ્ટન:

IPL 2024ની ટ્રોફી કોલકાતાએ જીત્યા બાદ રોબિન ઉથપ્પાએ શ્રેયસ ઐય્યરને લઈને કહ્યું કે, હું એ કહેવા માગીશ કે, તે ભવિષ્યમાં ભારતનો કેપ્ટન બનવા જઇ રહ્યો છે. મને લાગે છે કે તેના માટે તેનો આગામી નંબર છે. તે કેપ્ટન્સીની રેસમાં શુભમન ગિલથી પણ આગળ છે. તેની પાસે ટીમને સંભળવાની કળા છે અને તે કેરેક્ટર છે. તેણે આ સીઝનથી ઘણું શીખ્યું છે.  શ્રેયસ ઐય્યરે કોલકાતાના કોચિંગ સ્ટાફમાં ઉપસ્થિત મોટા નામ ગંભીર, ચંદ્રકાંત પંડિત અને અભિષેક નાયર સાથે સારી રીતે ડીલ કરી.


તે રોહિત શર્માનો ઉત્તરાધિકારી હોય શકે છે

તે રોહિત શર્માનો ઉત્તરાધિકારી હોય શકે છે

ઉથપ્પાએ કહ્યું કે, આ મોટા નામો વચ્ચે તેણે પોતાના નિર્ણય પોતે લીધા. મારા મુજબ તે રોહિત શર્માનો ઉત્તરાધિકારી હોય શકે છે. ઉથપ્પાની વાતથી સ્પષ્ટ છે કે જો રોહિત શર્મા બાદ ભારતીય ટીમનનો આગામી કેપ્ટન શ્રેયસ ઐય્યર બને છે તો એ કોઈ હેરાનીવાળી વાત નહીં હોય. IPL ફાઇનલ પહેલા શ્રેયસ ઐય્યરે ખુલાસો કરતાં જણાવ્યું કે વન-ડે વર્લ્ડ કપ બાદ તેને પીઠમાં થોડી સમસ્યા હતી. જો કે, સમસ્યાઓ છતા શ્રેયસ ઐય્યરે હાર ન માની અને મેદાન પર ટીમ માટે લડતો રહ્યો. ઐય્યરે IPL 2024માં કરેલા પ્રદર્શન પર નજર કરીએ તો તેણે 15 મેચમાં 2 અડધી સદીની મદદથી 351 રન બનાવ્યા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top