IND vs AUS: જાણીજોઈને રોહિતે આ ખેલાડીને બેટિંગની તક આપી નહિ; મેચ બાદ થયો આ મોટો ખુલાસો

IND vs AUS: જાણીજોઈને રોહિતે આ ખેલાડીને બેટિંગની તક આપી નહિ; મેચ બાદ થયો આ મોટો ખુલાસો

09/24/2022 Sports

SidhiKhabar

SidhiKhabar

IND vs AUS:  જાણીજોઈને રોહિતે આ ખેલાડીને બેટિંગની તક આપી નહિ; મેચ બાદ થયો આ મોટો ખુલાસો

સ્પોર્ટ્સ ડેસ્ક : ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની T20 શ્રેણીની બીજી મેચ 6 વિકેટે જીતી લીધી છે. આ સાથે જ ટીમને પહેલી જ મેચમાં મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી મેચમાં કેપ્ટન રોહિતે મોટો નિર્ણય લેતા વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિક અને રિષભ પંત બંનેને ટીમના પ્લેઈંગ 11માં સામેલ કર્યા હતા, પરંતુ રિષભ પંતને બેટિંગ કરવાની તક આપવામાં આવી ન હતી. મેચ બાદ કેપ્ટન રોહિતે આ પાછળનું મોટું કારણ જણાવ્યું.


કાર્તિકે માત્ર 2 બોલમાં મેચ જીતી લીધી હતી

કાર્તિકે માત્ર 2 બોલમાં મેચ જીતી લીધી હતી

નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી બીજી T20 મેચમાં દિનેશ કાર્તિકને રિષભ પંત પહેલા બેટિંગ કરવાનો મોકો મળ્યો હતો. દિનેશ કાર્તિકે બે બોલમાં 10 રન બનાવી ટીમને જીત અપાવી હતી. ભારતીય ટીમને છેલ્લી 2 ઓવરમાં જીતવા માટે 23 રનની જરૂર હતી. પરંતુ કેપ્ટન રોહિત શર્માએ રિષભ પંતની જગ્યાએ દિનેશ કાર્તિકને બોલાવ્યો હતો.


જેના કારણે પંતને બેટિંગ નથી મળી

જેના કારણે પંતને બેટિંગ નથી મળી

દિનેશ કાર્તિકને રિષભ પંત પહેલા બેટિંગ માટે બોલાવવા પર રોહિત શર્માએ કહ્યું, 'અમે વિચારી રહ્યા હતા કે રિષભ પંતને મોકલી શકાય કે કેમ, પરંતુ મને લાગ્યું કે ડેનિયલ સેમ્સ છેલ્લી ઓવર નાખશે અને તે માત્ર ઓફ-કટર બોલ કરે છે, તેથી મેં વિચાર્યું કે દિનેશ કાર્તિકને આવવા દો. તે કોઈપણ રીતે અમારા માટે ફિનિશરની ભૂમિકા ભજવી રહ્યો છે.'


સતત ખરાબ ફોર્મ પણ પરેશાન

સતત ખરાબ ફોર્મ પણ પરેશાન

રિષભ પંત T20 ફોર્મેટમાં સતત ફ્લોપ રહ્યો છે, જેના કારણે તેની પહેલા દિનેશ કાર્તિકને તક મળી. ઋષભ પંતને એશિયા કપ 2022માં પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તે એક પણ તકનો ફાયદો ઉઠાવી શક્યો ન હતો. પંતે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 59 ટી20 મેચ રમી છે, આ મેચોમાં ઋષભ પંતે 23.95ની એવરેજથી માત્ર 934 રન જ બનાવ્યા છે. આ શ્રેણીમાં પણ ઋષભ પંતને પ્રથમ મેચમાં બહાર બેસવું પડ્યું હતું. તેના માટે ટી20 વર્લ્ડ કપ 2022માં પણ ટીમનો ભાગ બનવું અશક્ય બની જશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top