વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતની હાર બાદ કેપ્ટન રોહિત શર્માએ જુઓ શું કહ્યું

વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતની હાર બાદ કેપ્ટન રોહિત શર્માએ જુઓ શું કહ્યું

11/20/2023 Sports

SidhiKhabar

SidhiKhabar

વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતની હાર બાદ કેપ્ટન રોહિત શર્માએ જુઓ શું કહ્યું

ભારતીય ટીમનું વર્લ્ડ કપ જીતવાનું સપનું ફરી એક વખત તૂટી ગયું.  ભારતીય ટીમ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયન ટીમ સામે 6 વિકેટ હારનો સામનો કરવો પડ્યો. હાર બાદ ભારતીય ટીમના ઘણા ખેલાડી દુઃખી નજરે પડ્યા. રોહિત શર્મા મેદાનથી જતી વખત નિરાશ થઈ ગયો. વિરાટ પણ પોતાંનું દુઃખ ન છુપાવી શક્યો અને મોહમ્મદ સિરાજને તો બૂમરાહ સંભાળવાનો પ્રયાસ કરતો નજરે પડ્યો. કેપ્ટન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામે મળેલી 6 વિકેટે હાર બાદ કહ્યું કે, વર્લ્ડ કપ ફાઇનલમાં બેટિંગ સારી ન રહી, જેના કારણે પરિણામ પક્ષમાં ન રહ્યું, પરંતુ તેને આખી ટીમ પર ગર્વ છે.


હાર બાદ દુઃખી નજર પડ્યા ભારતીય ખેલાડી:

રોહિત અને ભારતીય ટીમના ખેલાડીઓના ચહેરાઓ સાથે સ્ટેડિયમમાં ઉપસ્થિત દર્શકોના ચહેરાઓ પર પણ વર્લ્ડ કપ ટ્રોફી જીતતાં ચૂકી જવાની નિરાશ સ્પષ્ટ નજરે પડી. રોહિતે મેચ બાદ જણાવ્યું કે, ભારતીય ટીમથી આખરે ક્યાં ચૂક થઈ. મેચ બાદ રોહિતે કહ્યું કે, મેચનું પરિણામ ભલે તેમના પક્ષમાં ન રહ્યું, પરંતુ અમે જાણીએ છીએ કે આજે અમારો સારો દિવસ રહ્યો નથી. મને ટીમ પર ગર્વ છે. ફાઇનલમાં પહેલા બેટિંગ કરતાં ભારતીય ટીમ સીમિત 50 ઓવરમાં 240 રન જ બનાવી શકી. આ લક્ષ્યનો બચાવ કરવો મુશ્કેલ હતો.


રોહિત શર્માએ શું કહ્યું?

રોહિત શર્માએ શું કહ્યું?

રોહિતે કહ્યું કે, ઈમાનદારીથી કહું તો જો સ્કોરમાં 20-30 રન જોડતાં તો સારું થતું, જ્યારે કેએલ રાહુલ અને વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યા હતાં, એ સમયે લાગી રહ્યું હતું કે અમે 270-280 રનાં સ્કોર સુધી પહોંચી જઈશું, પરંતુ અમે સતત વિકેટ ગુમાવી દીધી. ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટ ગુમાવ્યા બાદ મોટી પાર્ટનરશિપ કરી. 240 રન બનાવ્યા બાદ અમે ઇચ્છતાં હતા, કે અમારા બોલર વિકેટ લે, પરંતુ શ્રેય ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુસેનને જાય છે. જેમણે અમને રમતથી પૂરી રીતે બહાર કરી દીધા. રોહિત શર્માએ ટોસ ગુમાવ્યા બાદ કહ્યું હતું કે જો તે ટોસ જીતતો તો બેટિંગનો નિર્ણય લેત. મને લાગ્યું હતું કે દિવસના અજવાળામાં બેટિંગ કરવા માટે એ સારી વિકેટ છે. અમે જાણતાં હતા કે દિવસે એ સારું હશે, અમે તેના પર કોઈ બહાનું બનાવવા માંગતાં નથી. અમે સારી બેટિંગ ન કરી, પરંતુ મોટી પાર્ટનરશિપ કરવા માટે તેમના ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુસેનને શ્રેય જાય છે.


ઑસ્ટ્રેલિય કેપ્ટન પેટ કમિન્સે શું કહ્યું?

ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે કહ્યું કે, મને લાગે છે કે અમે અંતિમ મેચ માટે પોતાંનું બેસ્ટ પરફોર્મન્સ બચાવી રાખ્યું હતું. કેટલાક ખેલાડીઓએ મોટી મેચમાં સારું પ્રદર્શન દેખાડ્યું. આજે અમે વિચાર્યું હતું કે લક્ષ્યનો પીછો કરવો પડશે અને એ સરળ નહીં હોય. પીચ ખૂબ ધીમી હતી, સ્પિન થઈ રહ્યું નહોતું, અમે યોગ્ય લેન્થ પર બોલિંગ કરી.


વર્લ્ડ કપ ફાઇનલનું લેખુજોખું

વર્લ્ડ કપ ફાઇનલનું લેખુજોખું

જો વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતાં શરૂઆત પણ શાનદાર કરી, પરંતુ ત્યારબાદ સતત વિકેટ પડતી રહી. ભારતે પહેલા બેટિંગ કરતાં સીમિત 50 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 240 રન જ બનાવ્યા હતાં. ભારત તરફથી સૌથી વધુ 66 રન કેએલ રાહુલે કર્યા, જ્યારે કોહલીએ 54 રનની ઇનિંગ રમી. 241 રનના લક્ષ્યનો પીછો કરતાં ઓસ્ટ્રેલિયન ટીમે 43 ઓવરમાં જ 4 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું અને ટ્રોફી પણ પોતાંના નામે કરી લીધી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top