મારું સર્વર હેક, લેપટોપ-સ્માર્ટફોન સાથે છેડછાડ..., સામ પિત્રોડાનો મોટો આક્ષેપ

મારું સર્વર હેક, લેપટોપ-સ્માર્ટફોન સાથે છેડછાડ..., સામ પિત્રોડાનો મોટો આક્ષેપ

12/07/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

મારું સર્વર હેક, લેપટોપ-સ્માર્ટફોન સાથે છેડછાડ..., સામ પિત્રોડાનો મોટો આક્ષેપ

Sam Pitroda claims: ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ મોટો આક્ષેપ લગાવ્યો છે. તેમણે શનિવારે કહ્યું કે, છેલ્લા કેટલાક અઠવાડિયામાં મારું સર્વર વારંવાર હેક કરવામાં આવ્યું છે. મારું લેપટોપ, સ્માર્ટફોન અને સર્વર સાથે છેડછાડ કરવામાં આવી છે. હેકર્સે ધમકી આપી છે અને ક્રિપ્ટોકરન્સીમાં હજારો ડોલરની ચૂકવણીની માગણી કરી છે. આ સાથે તેણે ચેતવણી આપી છે કે જો પેમેન્ટ નહીં કરવામાં આવે તો તેઓ મારા નેટવર્કના લોકોનો સંપર્ક કરીને મારી છબી ખરાબ કરવાનો પ્રયાસ કરશે અને ખોટી માહિતી ફેલાવવાનું કામ કરશે.


સામ પિત્રોડાએ સૌને આ અપીલ કરી

સામ પિત્રોડાએ સૌને આ અપીલ કરી

પિત્રોડાએ અપીલ કરી હતી અને કહ્યું હતું કે, 'જો તમને કોઈ અજાણ્યા ઈ-મેલ/મોબાઈલ નંબર પરથી મારા વિશે કોઈ ઈ-મેલ કે મેસેજ મળે છે, તો હું તમને વિનંતી કરું છું કે તેને ન ખોલો, કોઈ પણ લિંક પર ક્લિક ન કરો અને કોઈપણ એટેચમેન્ટ ડાઉનલોડ ન કરો કારણ કે તેમાં મેલવેર હોઈ શકે છે. જે તમારા ઉપકરણ સાથે ચેડા કરી શકે છે. હું અત્યારે મુસાફરી કરી રહ્યો છું. પરંતુ જ્યારે હું શિકાગો ફરીશ ત્યારે હું આ અંગે તાત્કાલિક પગલાં લઈશ. હું જૂના હાર્ડવેરને બદલીશ, સોફ્ટવેરને અપગ્રેડ કરીશ અને મારી ડિજિટલ હાજરી માટે વધુ મજબૂત પગલાં લઈશ.'


કોણ છે સામ પિત્રોડા?

કોણ છે સામ પિત્રોડા?

સામ પિત્રોડા ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ છે. UPA સરકારમાં તેઓ તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહના સલાહકાર હતા. તેઓ એક બિઝનેસમેન પણ છે. તેઓ અમેરિકામાં પણ ઘણી કંપનીઓ ચલાવે છે. સેમ પિત્રોડા વર્ષ 2005 થી 2009 સુધી ભારતીય જ્ઞાન આયોગના અધ્યક્ષ હતા. ટેલિકોમ સેક્ટરમાં પિત્રોડાનું મહત્ત્વનું યોગદાન છે. વર્ષ 1984માં, તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીના આમંત્રણ પર, તેમણે ટેલિકોમ ક્ષેત્રે સંશોધન અને વિકાસ માટે C-DOT એટલે કે 'સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઑફ ટેલિમેટિક્સ'ની સ્થાપના કરી હતી.

પિત્રોડા અવારનવાર પોતાના નિવેદનોના કારણે સમાચારમાં રહે છે. ગયા વર્ષે તેમણે એવું નિવેદન આપ્યું હતું જેણે દેશમાં રાજકીય ઉથલપાથલ મચાવી દીધી હતી. તેમણે કહ્યું હતું કે ભારતમાં દરેક વ્યક્તિ મંદિરોની વાત કરે છે પરંતુ બેરોજગારી, આરોગ્ય અને શિક્ષણ જેવી બાબતો પર કોઈ વાત કરતું નથી. શું રામ મંદિર અને હનુમાન મંદિરના નિર્માણથી કોઈ રોજગાર મળશે?


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top