ઉ.પ્ર.ના અમેઠીમાં સમાજવાદી પાર્ટીના વિધાયકે ભાજપના નેતાની પોલીસ સ્ટેશનમાં જ પીટાઈ કરી નાખી! જુઓ

ઉ.પ્ર.ના અમેઠીમાં સમાજવાદી પાર્ટીના વિધાયકે ભાજપના નેતાની પોલીસ સ્ટેશનમાં જ પીટાઈ કરી નાખી! જુઓ વિડીયો

05/10/2023 Politics

SidhiKhabar

SidhiKhabar

ઉ.પ્ર.ના અમેઠીમાં સમાજવાદી પાર્ટીના વિધાયકે ભાજપના નેતાની પોલીસ સ્ટેશનમાં જ પીટાઈ કરી નાખી! જુઓ

Amethi News : ઉત્તર પ્રદેશના અમેઠીથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના એક પોલીસ સ્ટેશનમાં સમાજવાદી પાર્ટીના વિધાયકે ભાજપના એક મહિલા નેતાના પતિ અને ભાજપ કાર્યકર પર હુમલો કરી દીધો હતો. પોતાના સમર્થકો સાથે સમાજવાદી પાર્ટીના વિધાયકે પોતાના સમર્થકો સાથે કરેલા આ હુમલાથી ભાજપના નેતાને બચાવવામાં પોલીસને ખાસ્સો સંઘર્ષ કરવો પડ્યો હતો!


જુઓ આખી ઘટનાનો વિડીયો

રાકેશ પ્રતાપ સિંહ અમેઠીથી સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રાકેશ પ્રતાપ સિંહે અમેઠી જિલ્લાના ગૌરીગંજ કોતવાલી પોલીસ સ્ટેશનની અંદર બીજેપી નગરપાલિકા ચૂંટણી ઉમેદવાર રશ્મિ સિંહના પતિ દીપક સિંહ પર હુમલો કર્યો. ત્યાં હાજર લોકોએ આ સમગ્ર ઘટનાને પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી.

 

આ ઘટના ડઝનબંધ પોલીસકર્મીઓની સામે બની હતી. પોલીસકર્મીઓ રાકેશ પ્રતાપ સિંહ અને તેના સમર્થકોને દીપક સિંહથી દૂર રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. સમાજવાદી પાર્ટીના નેતાના જણાવ્યા અનુસાર, જ્યારે તેઓ પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેઠા હતા, ત્યારે દીપક સિંહે ત્યાં પહોંચીને દુર્વ્યવહાર કર્યો હતો. જેના કારણે રાકેશ પ્રતાપ સિંહ અને તેમના સમર્થકો રોષે ભરાયા હતા.

રાકેશ પ્રતાપ સિંહે કહ્યું કે તેઓ વિરોધમાં હતા કારણ કે દીપક સિંહ અને તેમના સમર્થકોએ તેમના કેટલાક સમર્થકો પર હુમલો કર્યો હતો, પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. વિરોધ વચ્ચે ગૌરીગંજ પોલીસ સ્ટેશન પહોંચેલા દીપક સિંહને સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અને તેમના સમર્થકો સાથે દુર્વ્યવહાર કરતા સાંભળવામાં આવ્યા હતા.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પરિસ્થિતિ અચાનક નિયંત્રણ બહાર ગઈ હતી અને બે રાજકીય વિરોધીઓ અચાનક સામસામે આવી જતાં પોલીસ પાસે પ્રતિક્રિયા આપવા માટે બહુ થોડો સમય બચ્યો હતો. તેમણે કહ્યું કે હવે મામલો ઉકેલાઈ ગયો છે અને બંને વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તેમની સામે કેસ નોંધવામાં આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top