Gujarat: અમદાવાદનો સારંગપુર બ્રિજ આગામી દોઢ વર્ષ માટે બંધ રહેશે
Sarangpur Bridge: અમદાવાદથી મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે. 2 જાન્યુઆરીથી 2025 થી 30 જૂન 2026 એટલે કે દોઢ વર્ષ સુધી આ અમદાવાદનો સારંગપુર બ્રિજ બંધ રહેશે. નવા બ્રિજની કામગીરી શરૂ થતા બ્રિજ બંધ કરવામાં આવશે. સારંગપુર બ્રિજ બંધ થતા અનુપમ બ્રિજ અને કાલુપુર બ્રિજ પર વાહન વ્યવહાર વધશે. પોલીસ કમિશનરે જાહેરનામું પણ બહાર પાડ્યું.
અગાઉ રેલવે સ્ટેશનના મુખ્ય રસ્તાને બંધ કરીને ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. રેલવે સ્ટેશનની અંદર જવા માટે જૂનો એન્ટ્રી ગેટ મુસાફરો માટે ચાલુ રાખવામાં આવ્યો છે. રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટ થતું હોવાના કારણે રેલવે વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા સારંગપુર બ્રિજ અને કાલપુર બ્રિજને ફોર લેન બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે. આ બ્રિજ રૂ. 439 કરોડના ખર્ચે બનાવવામાં આવશે, જેનું કામ દોઢ વર્ષ સુધીમાં પૂરુ થાય તેવું અનુમાન છે. આ સમયગાળા દરમિયાન નીચેના વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી શકાશે.
ગીતા મંદીર, ગાંધી રોડ, ખાડીયા તથા શહેર તરફથી આવતો ટ્રાફિક કાગડાપીઠ પોલીસ સ્ટેશન થઇને વાણિજ્ય ભવન થઇને અનુપમ/અંબિકા બ્રીજ થઇને એપરલ પાર્ક થઇને અનુપમ સિનેમા થઈને જરૂરીયાત મુજબ અલગ અલગ મુખ્ય માર્ગનો ઉપયોગ કરી શકાશે.
ગીતા મંદીર તથા શહેર તરફથી આવતો ટ્રાફિક જે કાલુપુર સર્કલ જવા માટે સારંગપુર સર્કલ થઇ રેલ્વે સ્ટેશન સામેનો એક તરફનો માર્ગ ચાલુ છે તેનો ઉપયોગ કરી મોતી મહેલ હોટલ થઇ કાલુપુર સર્કલ તથા અન્ય અલગ અલગ માર્ગો તરફ જઇ શકાશે.
રખિયાલ ઓઢવ તરફથી સારંગપુર બ્રીજ તરફ આવતો ટ્રાફિક રખિયાલ ચાર રસ્તાથી ન્યુ કોટન ચાર રસ્તા થઇ અનુપમ સિનેમા થઈ અનુપમ/અંબિકા બ્રીજ થઇ કાંકરીયા ગીતામંદીર થઇ શહેર તરફના અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઇ શકશે.
રખિયાલ ઓઢવ તરફથી આવતો ટ્રાફિક કે જેઓને કાલુપુર સર્કલ કે કાલુપુર બ્રીજ તરફ જવા માટે કામદાર મેદાન ચાર રસ્તા થઇ ચારતોડા કબ્રસ્તાન થઇ સરસપુર ગુરુદ્વારા થઈ કાલુપુર બ્રીજ થઇ શહેરના અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઇ શકશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp