દેશભરમાં ઠંડીનો પ્રકોપ, આ રાજ્યોમાં શાળાઓ 15 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો આદેશ

દેશભરમાં ઠંડીનો પ્રકોપ, આ રાજ્યોમાં શાળાઓ 15 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો આદેશ

12/27/2022 National

SidhiKhabar

SidhiKhabar

દેશભરમાં ઠંડીનો પ્રકોપ, આ રાજ્યોમાં શાળાઓ 15 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો આદેશ

દેશભરમાં ઠંડીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં જબરદસ્ત કોલ્ડ વેવ ચાલી રહી છે. આવી સ્થિતિમાં બાળકો અને વૃદ્ધોને ઠંડીની સૌથી વધુ અસર થાય છે. સાવચેતીના ભાગરૂપે ઘણા રાજ્યોના શિક્ષણ વિભાગે શાળાઓ બંધ રાખવાનો આદેશ જારી કર્યો છે. જેમાં હરિયાણા, યુપી, મધ્યપ્રદેશ, દિલ્હી, પંજાબ સહિત અનેક રાજ્યોનો સમાવેશ થાય છે.


દિલ્હી શિક્ષણ નિર્દેશાલયે એક પરિપત્ર બહાર પાડીને નિર્દેશ આપ્યો છે કે દિલ્હીની તમામ શાળાઓ 1 થી 15 જાન્યુઆરી સુધી બંધ રહે. આ દરમિયાન ધોરણ 1 થી 8 સુધીની તમામ શાળાઓ બંધ રહેશે. સાથે જ પરિપત્રમાં 9થી 12ના અભ્યાસને અસર ન થાય તે માટે જોગવાઈ કરવામાં આવી છે.


હરિયાણાના શિક્ષણ મંત્રી કંવરપાલ ગુર્જરે રાજ્યમાં 1 થી 15 જાન્યુઆરી સુધી સરકારી શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે. તેમનું કહેવું છે કે ઠંડીના વધતા પ્રકોપને કારણે સવારે ધુમ્મસ હોય છે, જેના કારણે અકસ્માતનો ભય રહે છે. આવી સ્થિતિમાં રાજ્યની શાળાઓને 15 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


આ સિવાય પંજાબમાં 1 જાન્યુઆરી સુધી, મધ્ય પ્રદેશમાં 31 ડિસેમ્બર સુધી અને છત્તીસગઢમાં 28 ડિસેમ્બર સુધી શાળાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top