Ind vs Aus WC Final: મેચ પહેલા જ શમીની માતા હોસ્પિટલમાં!! શુભમન ગિલની વિકેટ પડતા “કિંગ કોહલી”ની

Ind vs Aus WC Final: મેચ પહેલા જ શમીની માતા હોસ્પિટલમાં!! શુભમન ગિલની વિકેટ પડતા “કિંગ કોહલી”ની એન્ટ્રી! મેચ રસપ્રદ તબક્કામાં

11/19/2023 Sports

SidhiKhabar

SidhiKhabar

Ind vs Aus WC Final: મેચ પહેલા જ શમીની માતા હોસ્પિટલમાં!! શુભમન ગિલની વિકેટ પડતા “કિંગ કોહલી”ની

Ind vs Aus WC Final: આજની હાઈ વોલ્ટેજ મેચમાં ભારતે રોકેટ સ્ટાર્ટ લઈને રોહિત અને પ્રથમ 4 ઓવર્સમાં જ 7 ઉપરની રનરેટ સેટ કરી દીધી હતી. પણ એ પછી શુભમન ગિલ ઉતાવળ કરવામાં કેચ આઉટ થઇ ગયો હતો. એ પછી આવેલા કિંગ કોહલીએ સાતમી ઓવરમાં ઉપરાછાપરી ત્રણ બાઉન્ડ્રીઝ ફટકારીને અનોખી “હેટ્રિક” નોંધાવી છે.


શમીની માતા હોસ્પિટલમાં!

શમીની માતા હોસ્પિટલમાં!

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની માતા અંજુમ આરાની તબિયત બગડતા તેમને ઉત્તર પ્રદેશના અમરોહાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત કેમ બગડી છે તે અંગે કોઈ માહિતી જાણવા મળી નથી. મોહમ્મદ શમીની બહેન હાલમાં તેની માતા સાથે હોસ્પિટલમાં છે.

મોહમ્મદ શમીની માતાની તબિયત બગડે તે પહેલા તેમણે સવારે તેના પુત્ર અને ટીમ ઈન્ડિયાની જીત માટે પ્રાર્થના કરી હતી. શમીની માતા અંજુમ આરાએ જણાવ્યું હતું કે, આજે સવારે શમી સાથે વાત થઈ હતી અને તેણે બધાની ખબર વિશે પૂછ્યું હતું. ખેલાડીઓ જ્યારે ડ્રેસિંગ રૂમમાં જાય છે ત્યારબાદ તેઓ ફોન પર વાત કરી શકતા નથી.


છેલ્લી મેચમાં મોહમ્મદ શમીએ રચ્યો હતો ઈતિહાસ

તમને જણાવી દઈએ કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ફાઈનલ રમાઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા અત્યાર સુધી એક પણ મેચ હારી નથી. ભારતે અત્યાર સુધી 10 મેચ રમી છે અને તે બધી જ મેચમાં જીત મેળવી છે. ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઇનલ મેચમાં મોહમ્મદ શમી જીતનો હીરો રહ્યો હતો. તેમણે આ મેચમાં 7 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો. આજે પણ ભારતીય ચાહકોને આશા છે કે શમીની બોલ કમાલ બતાવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top