શરદ પવારે 84માં જન્મદિવસે તલવારથી કેક કાપી, જુઓ વીડિયો

શરદ પવારે 84માં જન્મદિવસે તલવારથી કેક કાપી, જુઓ વીડિયો

12/12/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

શરદ પવારે 84માં જન્મદિવસે તલવારથી કેક કાપી, જુઓ વીડિયો

Sharad Pawar Birthday: આજે શરદ પવારનો 84મો જન્મદિવસ છે. તેઓ દિલ્હીમાં હાજર છે. દિલ્હીમાં તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યકરો, NCP નેતાઓ, શરદના સમર્થકો અને પરિવારજનોએ તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. એક બાદ એક ઘણી કેક કાપવામાં આવી હતી. આ જન્મદિવસની ઉજવણી અગાઉ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર તેમના પરિવારના સભ્યો સાથે શરદ પવારને મળ્યા હતા. આ જન્મદિવસ પર શરદ પવારે દિલ્હીમાં તલવાર વડે કેક કાપી હતી. જોકે, તલવાર વડે કેક કાપ્યા બાદ તે વિવાદોમાં ફસાઈ ગયા છે.


તલવારથી કેક કાપવાનો વીડિયો વાયરલ થયો છે

તલવારથી કેક કાપવાનો વીડિયો વાયરલ થયો છે

શરદ પવારના જન્મદિવસ પર અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. દિલ્હીમાં શરદ પવારના જન્મદિવસની ઉજવણીનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો રાજકીય ગલિયારામાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. શરદ પવારની સામે કેક રાખવામાં આવી હતી.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે શરદ પવાર પહેલા સામાન્ય રીતે કેક કાપે છે. નજીકમાં ઉભેલી વ્યક્તિને કેક ખવડાવે છે. ત્યારબાદ એક વ્યક્તિ તલવાર કાઢીને તેમને આપે છે. શરદ પવાર આ તલવાર પકડે છે અને કેક કાપે છે. ત્યારબાદ તેઓ તલવારથી કેક ઉપાડવાનો પ્રયાસ કરે છે અને તલવાર એક કાર્યકરને આપી દે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top