Sharad Pawar News: NCP નેતાઓએ કહ્યું, “પરિવારનો કોઈ સભ્ય પ્રેસિડેન્ટ નહિ બને!” આ કટોકટી હવે સમગ

Sharad Pawar News: NCP નેતાઓએ કહ્યું, “પરિવારનો કોઈ સભ્ય પ્રેસિડેન્ટ નહિ બને!” આ કટોકટી હવે સમગ્ર મહારાષ્ટ્રમાં વમળો પેદા કરશે!

05/03/2023 Politics

SidhiKhabar

SidhiKhabar

Sharad Pawar News: NCP નેતાઓએ કહ્યું, “પરિવારનો કોઈ સભ્ય પ્રેસિડેન્ટ નહિ બને!” આ કટોકટી હવે સમગ

Sharad Pawar News: NCP ચીફ શરદ પવારે 2 મે, મંગળવાર ના રોજ પાર્ટી અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમની આ જાહેરાતથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. એનસીપીના આગામી અધ્યક્ષ કોણ હશે તેની અટકળો શરૂ થઈ ગઈ છે. કાર્યકરોના વિરોધ વચ્ચે પવારના રાજીનામા બાદ એનસીપીમાં રાજીનામાનો તબક્કો શરૂ થયો છે. પવાર પર રાજીનામું પાછું ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. એવામાં આજે NCP નેતાઓએ વધુ એક સ્ટેટમેન્ટ આપીને ચર્ચાઓ જગાવી છે.


NCP નેતાઓની જાહેરાતથી વાતાવરણમાં ગરમી

NCP નેતાઓની જાહેરાતથી વાતાવરણમાં ગરમી

એનસીપી નેતા જિતેન્દ્ર અવધે રાષ્ટ્રીય મહાસચિવ પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે તેમની સાથેના તમામ રાષ્ટ્રવાદી પદાધિકારીઓએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. બધાએ પોતાનું રાજીનામું જયંત પાટિલને મોકલી દીધું છે. જો કે, અજિત પવારે મંગળવારે કહ્યું હતું કે પાર્ટીમાંથી કોઈનું રાજીનામું સ્વીકારવામાં આવશે નહીં.

આ દરમિયાન NCPના નેતાઓનો દાવો છે કે પ્રમુખ પદ પર પરિવારનો કોઈ સભ્ય નહીં હોય. હવે કમિટીએ NCPના આગામી પ્રમુખ અંગે નિર્ણય લેવાનો છે.


અજીત પવારના ઘરની બહાર નેતાઓની ભીડ

અજીત પવારના ઘરની બહાર નેતાઓની ભીડ

બીજી તરફ અજિત પવારના ઘરની બહાર NCP નેતાઓની ભીડ જોવા મળી રહી છે. ઘણા ધારાસભ્યો પણ તેમને મળવા પહોંચ્યા હતા. ત્યારે એનસીપી નેતા અજિત પવાર વાયબી ચવ્હાણ સેન્ટર પહોંચી ચૂક્યા છે.

એનસીપી નેતા જિતેન્દ્ર અવધે રાષ્ટ્રીય મહાસચિવ પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે તેમની સાથેના તમામ રાષ્ટ્રવાદી પદાધિકારીઓએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. બધાએ પોતાનું રાજીનામું જયંત પાટિલને મોકલી દીધું છે. જો કે, અજિત પવારે મંગળવારે (2 મે) પોતે કહ્યું હતું કે પાર્ટીમાંથી કોઈનું રાજીનામું સ્વીકારવામાં આવશે નહીં.


સંજય રાઉત અને છગન ભૂજબળે શું કહ્યું?

સંજય રાઉત અને છગન ભૂજબળે શું કહ્યું?

બીજા પક્ષો પણ NCPની આ આંતરિક કટોકટી ઉપર નજર રાખી રહયા છે, એટલું જ નહિ પણ નૂકચેતીની પણ કરી રહયા છે. ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું કે મહારાષ્ટ્રની રાજનીતિમાં 'મોટું પરિવર્તન' થવાનું છે. ભાજપના નેતા ઘોષે કહ્યું કે મહારાષ્ટ્રના રાજકારણમાં લાંબા સમયથી ઉથલપાથલ ચાલી રહી છે. કેટલીક વાતો ચાલી રહી છે અને આ તેનું પરિણામ છે. તેમણે દાવો કર્યો છે કે એનસીપીનું અસ્તિત્વ મુશ્કેલીમાં છે, શરદ પવાર તેમની સત્તા ગુમાવી રહ્યા છે. પવાર જે રીતે સત્તા સાથે ચાલતા હતા, હવે તેઓ ખતરામાં છે.

એનસીપી નેતા છગન ભૂજબળનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, જો પવાર સાહેબ તેમનો ફેંસોલ પરત ન લે તો મારા મત મુજબ રાજયની જવાબદારી અજિત પવાર અને કેન્દ્રની જવાબદારી સુપ્રિયા સુલેને આપવી જોઈએ.

ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે કહ્યું કે શરદ પવારનું રાજીનામું દેશની રાજનીતિ માટે એક મોટો ઝટકો છે, પરંતુ જો તેઓ આવો નિર્ણય લેશે તો મહારાષ્ટ્ર અને દેશમાં ચોક્કસપણે ખળભળાટ મચશે. આગામી દિવસોમાં શું થશે તે અમે નક્કી કરીશું. અમે સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યા છીએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top