ગઈકાલે સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં માનવ મેહરામણ ઊમટી પડ્યું હતું. આ દરમિયાન ST બસો વડાપ્રધાનના કાર્યક્રમમાં હાજર હોવાથી રોજિંદા મુસાફરો, વિદ્યાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
મુસાફરોમાં એવી ચર્ચાઓ થઇ રહી છે કે, એસટી વિભાગે વડાપ્રધાનની સેવામાં બસોનો ખડકલો કરી દીધો એમાં રોજીંદા મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. એટલું જ નહિ પણ એસટી વિભાગે આ પરિસ્થિતિમાં ‘વધારાનો નફો’ પણ રળી લીધો હોવાની ફરિયાદ મુસાફરોએ કરી હતી. વાદપ્રધાનની સુરત વિઝીટ નિમિત્તે એસટી વિભાગને બસોની ઘટ પડી, પરિણામે સુરતથી કેટલાક રૂટ્સ પર એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. એટલું જ નહી પણ આ બસોમાં મુસાફરો પાસેથી 10-20 ટકા જેટલું વધારાનું ભાડું વસુલ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ સહિતના રોજીંદા મુસાફરોનો પાસ પણ નકારવામાં આવ્યો હતો. પરિણામે આ લોકોએ પણ છતે પાસે ભાડાનો માર વેઠવો પડ્યો! આટલું ઓછું હોય એમ એક સરખા સ્થળો વચ્ચેના અંતરમાં અને ભાડાના આંકડામાં પણ ગરબડ જોવા મળી હતી!
એક મુસાફરે sidhikhabar.comને બે ટિકિટ્સ શેર કરી હતી. આ પૈકીની 7 માર્ચની ટિકિટ સુરતના લીનિયર બસ સ્ટોપથી બારડોલી લીનિયર બસ સ્ટોપની છે. જેમાં સુરતથી બારડોલીનું અંતર 26 કિલોમીટર દર્શાવાયું છે. આ ટિકિટની કિંમત 58 રૂપિયા વસુલવામાં આવી છે.
જ્યારે બીજી ટિકિટ 8 માર્ચની છે. જેમાં બારડોલીથી સુરત લીનિયર સ્ટોપ સુધીનું અંતર 32 કિલોમીટર દર્શાવવામાં આવ્યું છે. પણ આશ્ચર્યજનક બાબત એ છે કે વધુ અંતર દર્શાવતી આ ટિકિટની કિંમત ઓછી, એટલે કે 46 રૂપિયા વસુલવામાં આવી છે! અહીં સુરત-બારડોલી વચ્ચેનું અંતર જુદું જુદું કેમ દર્શાવાયું છે, એ ય એક કોયડો છે. વળી બંને ટિકિટ્સ એક્સપ્રેસ બસની હોવા છતાં બંનેના ભાડામાં તફાવત કેમ રાખવામાં આવ્યો, એ ય સમજાતું નથી!
તેમાં એક ટિકિટ લઇ 7 માર્ચની છે, જે સુરતથી બારડોલી લિનિયર બસ સ્ટેશન સુધીની છે, જ્યારે અન્ય એક ટિકિટ 8 માર્ચની બારડોલી લિનિયર બસ સ્ટેશનથી સુરત સુધીની મુસાફરીની છે. બંને ટિકિટ એક્સપ્રેસ બસની છે, પરંતુ બંનેમાં ભાડું અંતે અંતર અલગ-અલગ છે. ગઈકાલની જે ટિકિટ અમારી પાસે આવી છે, તે સાણંદ ડેપોની છે, જેમાં 26 કિલોમીટરના અંતર માટે 58 રૂપિયા લેવામાં આવ્યા છે, જ્યારે આજની જે ટિકિટ છે, તે માંડવી ડેપોની છે. જેમાં 32 કિલોમીટરના અંતર માટે 46 રૂપિયા વસૂલવામાં આવ્યા છે. આ બંને મજાની વાત તો એ છે કે આ બંને ટીકીટોમાં 6 કિલોમીટરનું અંતર છે. અને બારડોલીના અન્ય સ્ટેશનની વાત કરીએ તો પણ લીનીયર બસ સ્ટેશનથી માંડ દોઢથી બે કિલોમીટર હશે. હવે આ ટિકિટમાં જાદુ કઇ રીતે થયો, તેનું સત્ય તો પરિવહન વિભાગ જ કહી શકે છે.