CPI(M)ના નેતા સીતારામ યેચુરીનું નિધન, 72 વર્ષની વયે AIIMSમાં લીધા અંતિમ શ્વાસ
CPI(M)ના મહાસચિવ અને રાજ્યસભાના પૂર્વ સાંસદ સીતારામ યેચુરીનું ગુરુવારે નિધન થયું છે. યેચુરી 72 વર્ષના હતા અને લાંબા સમયથી બીમાર હતા. તેમણે ગુરુવારે દિલ્હી AIIMSમાં અંતિમ શ્વાસ લીધા હતા. સીતારામ યેચુરીને દિલ્હી AIIMSના ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું શ્વસનતંત્રમાં સંક્રમણની સારવાર લઈ રહ્યા હતા. યેચુરી છેલ્લા કેટલાક દિવસોથી રિસ્પેક્ટરી સપોર્ટ પર હતા, ડૉક્ટરોની એક ટીમ તેમની સારવાર કરી રહી હતી. યેચુરીએ 2015માં પ્રકાશ કરાતની જગ્યાએ CPI(M)ના જનરલ સેક્રેટરીનું પદ સંભાળ્યું હતું.
યેચુરીએ વર્ષ 1974માં સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયામાં જોડાઈને વિદ્યાર્થી રાજકારણની શરૂઆત કરી હતી. થોડા દિવસો બાદ તેઓ CPI(M)ના સભ્ય બની ગયા. ઈમરજન્સી દરમિયાન યેચુરીની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp