પરિવારે આ હેતુથી સીતારામ યેચુરીની બોડીને AIIMSમાં દાન કરી, નિધન બાદ લેવાયો નિર્ણય
CPI(M)ના મહાસચિવ સીતારામ યેચુરીનું ગુરુવારે 72 વર્ષની વયે નિધન થઇ ગયું હતું. તેમના પરિવારે શિક્ષણ અને સંશોધનના હેતુઓ માટે AIIMSને બોડ દાન કરી હતી. આ સંબંધમાં AIIMSએ એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે 72 વર્ષીય સીતારામ યેચુરીનું ગુરુવારે નિધન થઇ ગયું. પરિવારે તેમનું શરીર શિક્ષણ અને સંશોધન હેતુ માટે AIIMSને દાન કર્યું છે.
સીતારામ યેચુરીને શ્વાસ લેવામાં પરેશાની થવાને કારણે 19 ઑગસ્ટે AIIMSના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને ICUમાં ખસેડવામાં આવ્યા હતા અને ગુરુવારે તેમણે AIIMSમાં અંતિમ શ્વાસ લીધા હતા.
સીતારામ યેચુરીના નિધન પર પાર્ટી તરફથી કહેવામાં આવ્યું હતું કે અમને ખૂબ જ દુઃખ સાથે સૂચિત કરવા પડે છે કે CPI(M)ના મહાસચિવ સીતારામ યેચુરીનું 12 સપ્ટેમ્બરે બપોરે 3.03 વાગ્યે AIIMS નવી દિલ્હી ખાતે નિધન થઇ ગયું. તેઓ શ્વસન તંત્રના સંક્રમણથી પીડિત હતા, જેના કારણે જટિલતાઓ ઉત્પન્ન થઇ ગઇ હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp