SMCએ રસ્તા રિપેરિંગ પાછળ કરોડો વેડફી નાખ્યા પણ રસ્તા એવાના એવા જ

SMCએ રસ્તા રિપેરિંગ પાછળ કરોડો વેડફી નાખ્યા પણ રસ્તા એવાના એવા જ

12/13/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

SMCએ રસ્તા રિપેરિંગ પાછળ કરોડો વેડફી નાખ્યા પણ રસ્તા એવાના એવા જ

Surat: વરસાદી સીઝન દરમિયાન રોડ-રસ્તાઓ ખરાબ થવાના ઠેર ઠેર સમાચાર આવતા હોય છે, જેમાં સુરત પણ બાકાત નથી. દર વર્ષે ચોમાસાની સીઝનમાં ડાયમંડ સિટીના રસ્તાની સ્થિતિ કથળી જાય છે, જેને સુરત મ્યુનિસિપલકોર્પોરેશન (SMC) દ્વારા રસ્તા રિપેરિંગ પાછળ કરોડોનો ખર્ચ કરાય છે, છતા રસ્તાઓની ખરાબ જ છે વિપક્ષ દ્વારા આવા આક્ષેપ કરવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે ગત ચોમાસાની સીઝન દરમિયાન SMCએ આપેલી વિગતો અનુસાર, 5331 ચોરસ મીટર રસ્તા રિપેરિંગ કરવામાં આવ્યાં હતા, જેમાં લગભગ 98 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

છેલ્લા 3 વર્ષમાં રોડ રસ્તાના રિપેરિંગ પાછળ સરેરાશ 250 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો. 250 કરોડ રૂપિયાના ધુમાડા બાદ પણ સુરતના રસ્તાની હાલત ‘જવીની તેવી જ છે. ગત વર્ષે SMCએ લગભગ 98 કરોડ રૂપિયાનો ખર્ચ રસ્તા રિપેરિંગ પાછળ કર્યો હતો, જેમાં 5331 ચોરસ મીટર રોડ રિપેરિંગ કરવામાં આવ્યાં હતા.


વિપક્ષના સભ્ય મહેશ અણઘણે શું કહ્યું

વિપક્ષના સભ્ય મહેશ અણઘણે શું કહ્યું

વિપક્ષના સભ્ય મહેશ અણઘણે જણાવ્યું હતું કે, SMC દ્વારા દર વર્ષે કરોડો રૂપિયા ફક્ત રોડ રસ્તા રિપેરિંગ પાછળ ખર્ચાય છે. છેલ્લા 3 વર્ષ દરમિયાન SMCએ વર્ગ 3 અને 4 તેમજ સુપરવિઝન સ્ટાફના પગાર પાછળ લગભગ 162 કરોડ જેટલો ખર્ચ કર્યો છે. રસ્તાઓના સમારકામ માટે જે મશીનોનો ઉપયોગમાં કરવામાં આવે છે તેની પાછળ લગગભ 14.76 કરોડ, રસ્તાના સમારકાર માટે ઉપયોગ થતા મટિરિયલ પાછળ અંદાજે 46.40 કરોડ અને રસ્તા રિપેર કરનારી વિવિધ એજન્સીઓને 26.80 કરોડ જેટલી રકમની ચૂકવણી કરવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top