શાળા સામે થાર પર બર્થડે સેલિબ્રેશન કરવાનું મોંઘું પડ્યું, SPએ આપી રિટર્ન ગિફ્ટ

શાળા સામે થાર પર બર્થડે સેલિબ્રેશન કરવાનું મોંઘું પડ્યું, SPએ આપી રિટર્ન ગિફ્ટ

07/30/2024 National

SidhiKhabar

SidhiKhabar

શાળા સામે થાર પર બર્થડે સેલિબ્રેશન કરવાનું મોંઘું પડ્યું, SPએ આપી રિટર્ન ગિફ્ટ

મઉમાં સરાયલખંસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત કેન્દ્રીય શાળામાં સોમવારે રજા બાદ ત્યાં અચનક મઉના SP પહોંચી ગયા. ત્યાં સ્કૂલ બહાર રોડ કિનારે એક થાર ઊભી હતી. થારની બોનટ પર કેક રાખીને કેટલાક વિદ્યાર્થી અને તેના મિત્ર જન્મદિવસની પાર્ટી મનાવી રહ્યા હતા. શાળાના 11માં ધોરણના એક વિદ્યાર્થીનો જન્મદિવસ હતો અને તેના 4 મિત્ર થાર ગાડી લઇને તેને તેના જન્મદિવસ પર સરપ્રાઇઝ આપવા પહોંચ્યા હતા. શાળાની બહાર જ ગાડી ઊભી કરીને તેની બોનટ પર વિદ્યાર્થીને બેસાડીને કેક કાપીને જન્મદિવસની પાર્ટી મનાવી રહ્યા હતા.


SPએ ગાડી સીઝ કરવાનો આદેશ આપ્યો

સરપ્રાઇઝ આપવા પહોંચેલા વિદ્યાર્થીના મિત્રોને એ ખબર નહોતી કે આજે SP મઉ પહોંચીને તેમને પોતે સરપ્રાઇઝ આપશે. સાથે જ તેમને મોટી રિટર્ન ગિફ્ટ પણ મળશે. SPએ એ બધાની પૂછપરછ કરી અને વિદ્યાર્થીનું નામ અને તેમના ઘરનું એન્ડ્રેસ લખાવીને વિદ્યાર્થીઓને છોડી દીધા, પરંતુ ગાડીની બોનટ પર બેસીને રોડ કિનારે જન્મદિવસની પાર્ટી મનાવનારા તેના ચારેય મિત્રો અને ગાડીને પકડીને પોલીસ સ્ટેશન લઇ ગઇ. SPએ ગાડી સીઝ કરવાનો આદેશ આપી દીધો, જ્યારે ચારેય છોકરાઓની પોલીસ પૂછપરછ કરી રહી છે.


આ મામલે શું બોલ્યા SP

આ મામલે શું બોલ્યા SP

આ આખા મામલાને લઇને મઉના SP ઇલમારને જણાવ્યું કે મહિલાઓ અને બાળકોની સુરક્ષા ઉત્તર પ્રદેશ શાસન અને પોલીસ હેડક્વાર્ટરની પ્રાથમિકતા રહે છે. તેને લઇને સુરક્ષા હેઠળ સતત કાર્યવાહી કરવામાં આવે છે. એન્ટિ રોમિયો ક્વોડ પણ નીકળે છે. આજે મેં અચાનક કેન્દ્રીય શાળા પાસે તપાસ કરી. શાળાની પાસે કેટલાક લોકો કારણ વિના ઊભા મળ્યા. આ લોકો ટ્રાફિકને રોકીને સમસ્યા ઊભી કરી રહ્યા હતા. આ લોકોને પોલીસે કસ્ટડીમાં લઇ લીધા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. બધા લોકો વાહનવ્યવહારના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હતા. તેમની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે. પૂછપરછમાં જાણકારી મળ્યું કે અહી ગામના કેટલાક લોકો થાર ગાડી લઇને આવ્યા અને અહી એક બાળકનો જન્મદિવસ હતો. તેને લોકો વચ્ચે થાર ગાડીની બોનટ પર બેસાડીને કેક કાપીને સેલિબ્રેટ કરી રહ્યા હતા. આ મામલે પોલીસ કાર્યવાહી કરી રહી છે. ગાડીને પણ અત્યારે સીઝ કરવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top