Video: પાકિસ્તાન પાસે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની છિનવાઇ શકે છે! મોટી માહિતી સામે આવી

Video: પાકિસ્તાન પાસે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની છિનવાઇ શકે છે! મોટી માહિતી સામે આવી

01/09/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

Video: પાકિસ્તાન પાસે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની છિનવાઇ શકે છે! મોટી માહિતી સામે આવી

Champions Trophy 2025: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અગાઉ મોટી માહિતી બહાર આવી રહી છે. ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની પાકિસ્તાન પાસેથી છીનવાઇ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનમાં 3 સ્ટેડિયમનું કામ હજુ પૂર્ણ થયું નથી. આ સ્ટેડિયમોનું નિર્માણ કાર્ય હજુ પણ ચાલી રહ્યું છે. ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનમાં 3 સ્ટેડિયમનું બાંધકામ ઑગસ્ટ 2024માં શરૂ થયું હતું, તે 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થવાનું હતું, પરંતુ આ તસવીરો પાકિસ્તાન અને PCBના ગેરવહીવટને દર્શાવવા માટે પૂરતી છે.

આ નબળી વ્યવસ્થાનું પરિણામ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ભોગવવું પડી શકે છે. તો, એવું માનવામાં આવે છે કે પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફીનું યજમાની ગુમાવવી પડી શકે છે. ICC ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થવામાં ફક્ત 34 દિવસ બાકી છે. પરંતુ આ અગાઉ પડોશી દેશમાંથી ચોંકાવનારી તસવીરો સામે આવી રહી છે.


સંયુક્ત આરબ અમીરાત (UAE) ને હોસ્ટિંગ મળી શકે છે

સંયુક્ત આરબ અમીરાત (UAE) ને હોસ્ટિંગ મળી શકે છે

એવું માનવામાં આવે છે કે જો ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની પાકિસ્તાન પાસેથી છીનવી લેવામાં આવે તો સંયુક્ત આરબ અમીરાત (UAE) ને તેની યજમાની કરવાની તક મળી શકે છે. જોકે, આ પહેલા ICCએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને અલ્ટીમેટમ આપ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અધૂરા સ્ટેડિયમનું કામ કોઈપણ ભોગે 25 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરવું પડશે. ત્યારબાદ, ICCના અધિકારીઓ આ સ્ટેડિયમોનું નિરીક્ષણ કરશે. પછી તેઓ તેમના રિપોર્ટમાં જણાવશે કે સ્ટેડિયમ ટૂર્નામેન્ટનું આયોજન કરવા માટે તૈયાર છે કે નહીં.

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. પ્રથમ મેચમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની ટીમો એક-બીજા સામે ટકરાશે. તો, ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ 22 ફેબ્રુઆરીએ રમાશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top