Video: શિવ મહાપુરાણ કથામાં ભીડ બેકાબૂ થઈ, અનેક મહિલાઓ ઇજાગ્રસ્ત, જાણો શું થયું?

Video: શિવ મહાપુરાણ કથામાં ભીડ બેકાબૂ થઈ, અનેક મહિલાઓ ઇજાગ્રસ્ત, જાણો શું થયું?

12/20/2024 National

SidhiKhabar

SidhiKhabar

Video: શિવ મહાપુરાણ કથામાં ભીડ બેકાબૂ થઈ, અનેક મહિલાઓ ઇજાગ્રસ્ત, જાણો શું થયું?

Meerut Stampede: મેરઠમાં પંડિત પ્રદીપ મિશ્રાની કથા દરમિયાન શુક્રવારે નાસભાગ મચી ગઈ હતી. શિવ મહાપુરાણની કથા દરમિયાન આ નાસભાગ મચી હતી. કહેવામાં આવી રહ્યું છે કે કથા દરમિયાન ભીડ બેકાબૂ થઇ ગઈ અને ભાગદોડ મચી ગઈ. આ અકસ્માતમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયાના સમાચાર છે. હાથરસમાં સૂરજ પાલ ઉર્ફે ભોલે બાબાના સત્સંગમાં 120થી વધુ લોકોના મોત બાદ ફરી આવો અકસ્માત સર્જાવાથી મોટા સવાલો ઉઠી રહ્યા છે.

મળતી માહિતી મુજબ આજે પંડિત પ્રદીપ મિશ્રાની શિવપુરાણ કથાનો છેલ્લો દિવસ હતો. આ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો કથા સાંભળવા આવ્યા હતા. એન્ટ્રી ગેટ પર હોબાળો મચ્યા બાદ નાસભાગ મચી ગઈ હતી. તેમાં ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાં મોટાભાગની મહિલાઓ છે. ઇજાગ્રસ્તોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ કથા પરતાપુર બાયપાસ પર ચાલી રહી છે. VIP વિસ્તારમાં પ્રવેશવા માટે ગેટ પર આ નાસભાગ મચી ગઈ હતી.

View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


આયોજકોનું કહેવું છે કે કથા સ્થળે કોઈ નાસભાગ થઈ નથી પરંતુ...

આયોજકોનું કહેવું છે કે કથા સ્થળે કોઈ નાસભાગ થઈ નથી પરંતુ...

જોકે, IG મેરઠનું કહેવું છે કે કથામાં જતી વખતે એક મહિલા પડી ગઈ હતી. સ્થિતિ નિયંત્રણમાં છે. કથા સતત ચાલી રહી હે છે. કોઈ પેનિક નથી. નાસભાગ જેવી સ્થિતિ નથી. મેરઠના SSP વિપિન ટાડાએ પણ કહ્યું કે, કોઈ નાસભાગ થઈ નથી. પોલીસ પ્રશાસન દ્વારા તમામ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નાસભાગ જેવી કોઇ સ્થિતિ નથી. કેટલીક મહિલાઓને સામાન્ય ઈજાઓ થઈ છે. તેમને સારવાર આપવામાં આવી છે.

આયોજકોનું કહેવું છે કે કથા સ્થળે કોઈ નાસભાગ થઈ નથી પરંતુ મોટી સંખ્યામાં ભક્તો બહાર આવ્યા હતા, તેથી પંડાલની બહાર એકઠા થયેલા ભક્તો માટે વ્યવસ્થા કરવામાં મુશ્કેલી પડી હતી. આ દરમિયાન કેટલીક મહિલાઓ પડી ગઈ હતી. હાલ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top