માત્ર 2 લાખ રૂપિયાનું રોકાણ કરીને ઘરે બેઠા શરૂ કરો બિઝનેસ, મહિને થશે 1 લાખની કમાણી

માત્ર 2 લાખ રૂપિયાનું રોકાણ કરીને ઘરે બેઠા શરૂ કરો બિઝનેસ, મહિને થશે 1 લાખની કમાણી

07/30/2022 Business

SidhiKhabar

SidhiKhabar

માત્ર 2 લાખ રૂપિયાનું રોકાણ કરીને ઘરે બેઠા શરૂ કરો બિઝનેસ, મહિને થશે 1 લાખની કમાણી

આજકાલ ઘરે રહીને તમામ પ્રકારના નાના મોટા બિઝનેસ શરૂ કરી શકાય છે, જેમાં પાપડ બનાવવાનો બિઝનેસ (Investment in Papad Business) પણ સામેલ છે. તમે ઘરે બેઠા પાપડ બનાવવાનો (How to Start Papad Business) બિઝનેસ પણ કરી શકો છો. તમે ખૂબ જ ઓછા રૂપિયાનું રોકાણ કરીને આ બિઝનેસ (Business) શરૂ કરી શકો છો. જો તમારા પાપડનો સ્વાદ યૂનિક અને ખાસ છે તો તમે અઢળક કમાણી (Profit in Papad Business) પણ કરી શકો છો. ભારત સરકારના નેશનલ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશને તે માટે એક પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કર્યો છે.


તમને મુદ્રા સ્કીમ હેઠળ ઓછા વ્યાજ દરે રૂ. 4 લાખની લોન મળી જશે. રિપોર્ટ અનુસાર રૂ. 6 લાખના કુલ રોકાણથી 30,000 કિલોની પ્રોડક્શન કેપેસિટી તૈયાર થઈ જશે. આ કેપેસિટી માટે 250 વર્ગમીટર જમીનની જરૂરિયાત પડશે. આ ખર્ચમાં ફિક્સ્ડ કેપિટલ અને વર્કિંગ કેપિટલ બંને સામેલ છે.


આ ખર્ચમાં સ્થિર મૂડી અને અસ્થિર મૂડી બંનેસામેલ છે. રિપોર્ટ અનુસાર સ્થિર મૂડીમાં 2 મશીન, પેકેજિંગ મશીન, ઈક્વિપમેન્ટ જેવા ખર્ચ સામેલ છે અને અસ્થિર મૂડીમાં સ્ટાફનો ત્રણ મહિનાનો પગાર, ત્રણ મહિના વપરાતું રો મટીરિયલ અને યૂટિલિટી પ્રોડક્ટનો ખર્ચ શામેલ છે. ઉપરાંત તેમાં, ભાડુ, વિજળી, પાણી, ટેલિફોનનું બિલ જેવા ખર્ચ પણ સામેલ છે.


બિઝનેસમાં શું જરૂરિયાત રહેશે :

આ બિઝનેસ શરૂ કરવા માટે ઓછામાં ઓછા 250 વર્ગ ફૂટ જગ્યાની જરૂરિયાત રહેશે. ઉપરાંત 3 અનસ્કિલ્ડ લેબર, 2 સ્કિલ્ડ લેબર અને એક સુપરવાઈઝરની જરૂરિયાત રહેશે. આ બિઝનેસ શરૂ કરવા માટે રૂ. 4 લાખની લોન મળશે, ત્યારબાદ તમારે માત્ર રૂ. 2 લાખનું રોકાણ કરવાનું રહેશે.


લોન ક્યાંથી મળશે ?

લોન લેવા માટે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ કોઈ પણ બેન્કમાં અરજી કરી શકાય છે. આ લોનની રકમ 5 વર્ષ સુધી પરત કરી શકાય છે.


કેટલી કમાણી થશે ?

પાપડ બનાવ્યા બાદ તમારે આ ઉત્પાદિત જથ્થો જથ્થાબંધ માર્કેટમાં વેચવાનો રહેશે. ઉપરાંત રિટેઈલ દુકાન, કરિયાણા સ્ટોર, સુપર માર્કેટ સાથે સંપર્ક બનાવીને તેનુ વેચાણ પણ વધારી શકાય છે. એક અંદાજ અનુસાર કુલ રૂ. 6 લાખનું રોકાણ કરવાથી તમે 1 મહિનામાં આરામથી રૂ. 1 લાખની કમાણી કરી શકો છો. આ બિઝનેસમાં તમને રૂ. 35 હજારથી રૂ. 40 હજારનો નફો થઈ શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top