હવે રાજ્ય સરકારો SC-ST અનામતમાં બનાવી શકશે સબ કેટેગરી, સુપ્રીમ કોર્ટે 2004નો નિર્ણય પલટ્યો

હવે રાજ્ય સરકારો SC-ST અનામતમાં બનાવી શકશે સબ કેટેગરી, સુપ્રીમ કોર્ટે 2004નો નિર્ણય પલટ્યો

08/01/2024 National

SidhiKhabar

SidhiKhabar

હવે રાજ્ય સરકારો SC-ST અનામતમાં બનાવી શકશે સબ કેટેગરી, સુપ્રીમ કોર્ટે 2004નો નિર્ણય પલટ્યો

સુપ્રિમ કોર્ટે આજે મહત્ત્વનો નિર્ણય સંભળાવતા કોટાની અંદર કોટાને મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટના 7 ન્યાયાધીશોની ખંડપીઠે કહ્યું કે હવે અનુસૂચિત જાતિના પેટા-વર્ગીકરણ, અનુસૂચિત જાતિ શ્રેણીઓમાં વધુ પછાત લોકો માટે અલગ ક્વોટા પ્રદાન કરવા સ્વીકાર્ય રહેશે. કોર્ટે કહ્યું કે હવે રાજ્ય સરકાર પછાત લોકો (SC ST અનામત પર સુપ્રીમ કોર્ટ)માં વધુ જરૂરિયાતમંદોને લાભ આપવા માટે પેટા-શ્રેણીઓ બનાવી શકે છે. સુપ્રીમ કોર્ટે આદેશમાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે સબ-કેટેગરીને મંજૂરી આપતી વખત, રાજ્ય કોઇ પેટા-કેટેગરી માટે 100 ટકા અનામત નક્કી નહીં કરી શકે. સાથે જ, રાજ્યએ પેટા-શ્રેણીના અપર્યાપ્ત પ્રતિનિધિત્વના સંબંધમાં પ્રયોગમૂલક આંકડાના આધારે પેટા-વર્ગીકરણને ન્યાયી ઠેરવવું પડશે.


CJIએ બીજું શું કહ્યું?

CJIએ બીજું શું કહ્યું?

CJI DY ચંદ્રચુડે કહ્યું કે 6 મંતવ્યો છે. જસ્ટિસ બેલા ત્રિવેદીએ અસંમત છે. CJIએ કહ્યું કે અમારામાંથી મોટાભાગનાએ EV ચિન્નૈયાના નિર્ણયને ફગાવ્યો છે અને અમે માનીએ છીએ કે પેટા-વર્ગીકરણ સ્વીકાર્ય છે.

સુપ્રીમ કોર્ટની 7 ન્યાયાધીશોની બેન્ચે 6:1 બહુમતીથી માન્યું કે અનામત શ્રેણીઓ એટલે કે SC/STનું પેટા-વર્ગીકરણ સ્વીકાર્ય છે.

CJIએ પોતાના નિર્ણયમાં ઐતિહાસિક પુરાવાઓનો સંદર્ભ આપતા કહ્યું કે અનુસૂચિત જાતિ એક સમરૂપ વર્ગ નથી. પેટા-વર્ગીકરણ બંધારણની કલમ 14 હેઠળ સમાનતાના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરતું નથી કે ન તો તે બંધારણની કલમ 341(2)નું ઉલ્લંઘન કરે છે. તેમણે કહ્યું કે કલમ 15 અને 16માં એવું કંઈ પણ નથી કે જે રાજ્યને કોઈ જાતિને પેટા-વર્ગીકરણ કરતા રોકતી હોય.


જસ્ટિસ ગવઈએ વ્યક્ત કરી અસહમતિ

જસ્ટિસ ગવઈએ વ્યક્ત કરી અસહમતિ

જસ્ટિસ બીઆર ગવઈએ કહ્યું કે SC/STની અંદર એવી શ્રેણીઓ છે જેણે સદીઓથી જુલમનો સામનો કર્યો છે. રાજ્યએ અનિસુચિત જાતિ જનજાતિ વર્ગમાં ક્રીમી લેયરને ઓળખવા અને તેમને સકારાત્મક અનામતના દાયરામાંથી બાકાત રાખવા માટે નીતિ બનાવવી જોઈએ. જસ્ટિસ બેલા એમ. ત્રિવેદીએ અસહમતિપૂર્ણ નિર્ણયમાં કહ્યું કે તેઓ બહુમતીના નિર્ણય સાથે અસહમત છે. ન્યાયાધીશ ત્રિવેદીએ અસહમત ચુકાદામાં કહ્યું હતું કે કારોબારી અથવા કાયદાકીય શક્તિની અભાવમાં રાજ્યો પાસેજાતિઓને પેટા-વર્ગીકરણ કરવાની કોઇ ક્ષમતા નથી.


2004ના નિર્ણયને ફગાવ્યો

2004ના નિર્ણયને ફગાવ્યો

CJIએ કહ્યું કે સોથી નિમ્ન સ્તર પર પણ લોકોના વર્ગ સાથે સંઘર્ષ તેમના પ્રતિનિધિત્વ સાથે સમાપ્ત થતો નથી. CJIએ કહ્યું કે ચિન્નૈયાના 2004ના ચૂકાદાને ફગાવવામાં આવે છે કે, કહેવામાં આવ્યું હતું કે અનુસૂચિત વર્ગોનું પેટા-વર્ગીકરણ અસ્વીકાર્ય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top