સ્ટીવ જોબ્સની પત્ની લૉરેન જૉબ્સ મહાકુંભ 2025માં લગાવશે ડૂબકી, સ્વામી કૈલાશાનંદજી મહારાજે આપ્યું

સ્ટીવ જોબ્સની પત્ની લૉરેન જૉબ્સ મહાકુંભ 2025માં લગાવશે ડૂબકી, સ્વામી કૈલાશાનંદજી મહારાજે આપ્યું નવું નામ

01/10/2025 World

SidhiKhabar

SidhiKhabar

સ્ટીવ જોબ્સની પત્ની લૉરેન જૉબ્સ મહાકુંભ 2025માં લગાવશે ડૂબકી, સ્વામી કૈલાશાનંદજી મહારાજે આપ્યું

એપલના સહ-સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની લૉરેન જૉબ્સ મહાકુંભ 2025માં હાજરી આપશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 61 વર્ષીય લૉરેન 13 જાન્યુઆરીએ પ્રયાગરાજ પહોંચશે. અહીં તે 29 જાન્યુઆરી સુધી નિરંજની અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી કૈલાશાનંદની શિબિરમાં રહેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્વામીએ તેને પોતાનું ગોત્ર પણ આપ્યું છે અને તેનું નામ 'કમલા' રાખ્યું છે. સ્ટીવ જોબ્સનું અવસાન 5 ઓક્ટોબર 2011ના રોજ થયું હતું.

મળતી માહિતી મુજબ, લૉરેન જૉબ્સ અગાઉ પણ મહાકુંભમાં આવી ચૂકી છે. તેને હિન્દુ ધર્મમાં ખૂબ શ્રદ્ધા છે. કુંભ ઉપરાંત, તેના ભારતમાં કેટલાક વ્યક્તિગત કાર્યક્રમો પણ છે જેમાં તે ભાગ લેશે. વર્ષ 2020ના ફોર્બ્સ અંકમાં લૉરેન જોબ્સ વિશ્વના અબજપતિઓની યાદીમાં 59મા ક્રમે હતા.


સ્વામી કૈલાશાનંદજી મહારાજે પોતાનું ગોત્ર આપ્યું

સ્વામી કૈલાશાનંદજી મહારાજે પોતાનું ગોત્ર આપ્યું

સ્વામી કૈલાશાનંદજી મહારાજે મીડિયાને જણાવ્યું હતું કે લૉરેન જૉબ્સ સહિત દેશ અને દુનિયાની ઘણી પ્રતિષ્ઠિત હસ્તીઓ કુંભમાં ભાગ લેશે, અમે એ બધાનું સ્વાગત કરીએ છીએ. તેમણે કહ્યું કે જ્યાં સુધી લૉરેનની વાત છે, તે કુંભમાં સામેલ થવા આવી રહી છે, આ ઉપરાંત તે અહીં પોતાના ગુરુને પણ મળશે. તે અમે તેને અમારું ગોત્ર પણ આપ્યું છે અને તેનું નામ 'કમલા' રાખ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top