રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા અંગે આવી મોટી અપડેટ, આ તારીખે થશે લગ્ન, હાજર રહેશે મોટી હસ્તીઓ!

રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા અંગે આવી મોટી અપડેટ, આ તારીખે થશે લગ્ન, હાજર રહેશે મોટી હસ્તીઓ!

09/06/2023 Glamour

SidhiKhabar

SidhiKhabar

રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા અંગે આવી મોટી અપડેટ, આ તારીખે થશે લગ્ન, હાજર રહેશે મોટી હસ્તીઓ!

રાજસ્થાનના ઉદયપુરમાં ફરી એકવાર મોટી ઈવેન્ટ થવા જઈ રહી છે. રિપોર્ટ પ્રમાણે આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપડાના ઉદરપુર ખાતે આ મહિનામાં લગ્ન થવાના છે. લગ્નની ઈવેન્ટ ઉદયપુરમાં તારીખ 23 અને 24 સપ્ટેમ્બરના રોજ થવાના છે.


અધિકૃત જાણકારી પ્રમાણે ઈવેન્ટ બાબતે બન્ને તરફથી કોઈ પુષ્ટી કરવામાં આવી નથી

અધિકૃત જાણકારી પ્રમાણે ઈવેન્ટ બાબતે બન્ને તરફથી કોઈ પુષ્ટી કરવામાં આવી નથી

આ ઈવેન્ટમાં કેટલીય મોટી હસ્તીઓ જોડાશે કારણે તે પ્રમાણે હાલમાં બુકિંગ પણ કરવામાં આવી રહ્યુ છે. જો કે અધિકૃત જાણકારી પ્રમાણે બન્ને તરફથી કોઈ પુષ્ટી કરવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે પરિણીતી ચોપડા ઉદયપુર ગઈ હતી અને લગ્નને લઈને વિવિધ જગ્યાઓ પર વિઝિટ કરી હતી. અહીના પ્રશાસન અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી હતી. અને ઉદયપુર વિશે માહિતી મેળવી હતી. પરિણીતિ ચોપડા જયપુર પણ ગઈ હતી અને ત્યા પણ લગ્નની ઈવેન્ટ માટે વિઝિટ કરી હતી..


આ હોટલમાં યોજાઈ શકે છે લગ્ન સમારોહ

આ હોટલમાં યોજાઈ શકે છે લગ્ન સમારોહ

રિપોર્ટ પ્રમાણે પરિણીતિ અને રાઘવના લગ્ન માટે ઉદયપુરની હોટલ સ્ટાર બુક કરવામાં આવી છે. તેમણે લગ્નની ઈવેન્ટ લીલા પેલેસ અને ઉદયવિલાસ પેલેસ હોટલમાં થશે અને મહેમાનોને અહી રોકાણ આપવામાં આવશે. બન્ને સ્ટારનું હોટલમાં બુકિંગ થઈ ચુક્યુ છે તેમજ તેની તૈયારી પણ શરુ કરી દેવામાં આવી છે. એવુ જાણવા મળ્યુ છે કે લગ્નમાં રાજકીય નેતાઓ તેમજ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કેટલાય સ્ટાર આવશે. ઉદયપુરની ઈવેન્ટની વાત કરીએ તો હાલમાં G20ની પહેલી બેઠક ઉદયપુરમાં થઈ હતી. આ સિવાય અંબાણી પરિવારના લગ્ન સમારોહ પણ અહીં જ થયો હતો.


23 સપ્ટેમ્બરથી શરુ થઈ જશે કાર્યક્રમ

23 સપ્ટેમ્બરથી શરુ થઈ જશે કાર્યક્રમ

રાઘવ અને પરિણીતિના લગ્ન 23 અને 24 સપ્ટેમ્બરના રોજ થવાના છે. જાણકારી પ્રમાણે મહેમાનોના આવવાનો સિલસિલો 22 તારીખથી શરુ થઈ જશે. 23 સપ્ટેમ્બરના રોજ મહેંદી, હલ્દી અને સંગીતનો કાર્યક્રમ શરુ થશે. આ સાથે તમને જણાવી દઈએ કે પરિણીતિ અને રાઘવની દિલ્હીમાં રિંગ સેરેમનીનો કાર્યક્રમ 13 મે ના રોજ થઈ ગયો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top