સુપ્રિમ કોર્ટે ભરણપોષણ ભથ્થા માટે નક્કી કર્યા 8 નિયમો, તમામ કોર્ટોને સલાહ

સુપ્રિમ કોર્ટે ભરણપોષણ ભથ્થા માટે નક્કી કર્યા 8 નિયમો, તમામ કોર્ટોને સલાહ

12/12/2024 National

SidhiKhabar

SidhiKhabar

સુપ્રિમ કોર્ટે ભરણપોષણ ભથ્થા માટે નક્કી કર્યા 8 નિયમો, તમામ કોર્ટોને સલાહ

Supreme Court lists 8 factors for deciding alimony amount: સુપ્રીમ કોર્ટમાં છૂટાછેડાના કેસની ચર્ચા થઈ હતી. ચર્ચા વચ્ચે કોર્ટે ભરણપોષણ ભથ્થાની રકમ નક્કી કરતી વખતે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવા જણાવ્યું હતું. આ સમય દરમિયાન 8 પરિબળોનો ફોર્મ્યૂલા નક્કી કરવાની સલાહ આપવામાં આવી છે. સુભાષ આત્મહત્યા કેસમાં હાઇલાઇટમાં રહેવા દરમિયાન કોર્ટે આ નિર્ણય લીધો છે.

સુભાષે તેની પત્ની અને સાસરિયાઓ પર ત્રાસનો આરોપ લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. જો કે, તે તેની પત્નીને દર મહિને 40 હજાર રૂપિયાનું ભરણપોષણ પણ આપતો હતો. તેણે આત્મહત્યા કરવા અગાઉ 24 પાનાંની નોટ પણ લખી હતી.


સુપ્રીમ કોર્ટની સલાહ

સુપ્રીમ કોર્ટની સલાહ

જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ પી.વી. વરાલેની બેન્ચે મંગળવારે છૂટાછેડાના કેસની સુનાવણી કરી હતી. આ સમય દરમિયાન, કોર્ટે ભરણપોષણની રકમ પર પોતાનો નિર્ણય આપતા દેશભરની તમામ કોર્ટોને સલાહ આપી હતી. કોર્ટે કુલ 8 પરિબળોને ધ્યાનમાં રાખવા જણાવ્યું હતું. તમામ કોર્ટોએ ભરણપોષણ ભથ્થાનો નિર્ણય આપતી વખતે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ.

1- પતિ અને પત્નીની સામાજિક અને આર્થિક સ્થિતિ

2- ભવિષ્યમાં પત્ની અને બાળકોની મૂળભૂત જરૂરિયાતો શું છે?

3- બંને પક્ષની લાયકાત અને રોજગારના માધ્યમ

4- આવક અને મિલકતના સ્ત્રોત

5- સાસરે રહેતી વખતે પત્નીનું જીવનધોરણ શું છે?

6- શું તેણે પરિવારની સંભાળ રાખવા માટે નોકરી છોડી દીધી છે?

7- કામ ન કરતી પત્ની માટે કાયદાકીય લડાઈ માટે યોગ્ય રકમ નક્કી કરવી.

8- પતિની આર્થિક સ્થિતિ, તેની કમાણી અને ભરણપોષણ સહિતની અન્ય જવાબદારીઓનું પણ ધ્યાન રાખવું જોઈએ.

SCનું કહેવું છે કે, કાયમી ભરણપોષણનો નિર્ણય કરતી વખતે એ વાતનું ધ્યાનમાં રાખો કે તે માત્ર પત્નીની આર્થિક જરૂરિયાતો પૂરી કરવાના હેતુથી જ કરવામાં આવે. પરંતુ તેને પતિ માટે સજા તરીકે જોવું જોઈએ નહીં.

અન્ય એક કેસમાં પણ કોર્ટે એક પુરુષ અને તેના માતા-પિતા વિરુદ્ધ કરિયાવરના કેસને ફગાવી દીધો હતો. જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ એન. કોટિશ્વર સિંહની ખંડપીઠે એમ પણ કહ્યું હતું કે, આ જોગવાઈનો ઉપયોગ ક્યારેક પતિ અને તેના પરિવાર સામે બદલો લેવા માટે કરવામાં આવે છે.


શું છે અતુલ સુભાષનો મામલો?

શું છે અતુલ સુભાષનો મામલો?

બેંગ્લોરમાં AI એન્જિનિયર અતુલ સુભાષની આત્મહત્યાનો મામલો ગરમાતો જઈ રહ્યો છે. આ પગલું ભરવા અગાઉ અતુલ સુભાષે 80 મિનિટનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. જેમાં તેણે પોતાના મૃત્યુ માટે ઘણા લોકોને જવાબદાર ઠેરવ્યા હતા. સુભાષ તેની પત્ની નિકિતા સિંઘાનિયા અને તેના પરિવારથી ખૂબ નારાજ હતો. તેણે કહ્યું કે તેની પાસેથી પૈસા પડાવવા માટે તેણે ઘણા કેસ દાખલ કરાવ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top