દિવ્યાંગો પર વાંધા જનક ટીપ્પણી કરનારને સુપ્રીમ કોર્ટે સંભળાવ્યું, માફી માંગો, આ તમારી વાણી સ્વત

દિવ્યાંગો પર વાંધા જનક ટીપ્પણી કરનારને સુપ્રીમ કોર્ટે સંભળાવ્યું, માફી માંગો, આ તમારી વાણી સ્વતંત્રતા નહિ.......

08/25/2025 National

SidhiKhabar

SidhiKhabar

દિવ્યાંગો પર વાંધા જનક ટીપ્પણી કરનારને સુપ્રીમ કોર્ટે સંભળાવ્યું, માફી માંગો, આ તમારી વાણી સ્વત

સ્ટેન્ડ-અપ કોમેડિયન દ્વારા કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી કરતા યુટ્યુબરોને માફી માંગવાનો આદેશ આપ્યો છે. કોર્ટે ટીપ્પણી કરતાં કહ્યું કે, પૈસા કમાવવા માટે કોઈની મજાક કરવી સહન કરી શકાતી નથી. યુટ્યુબરોએ આ માટે માફી માંગવી જોઈએ. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફીથી પીડિત બાળકોના માતા-પિતા તેમજ સ્વૈચ્છિક સંસ્થા SMA ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાની તરફેણમાં આ આદેશ કર્યા હતા.


ઇન્ફ્લુએન્સર્સની વાતો કોમર્શિયલ સ્પીચ, વાણી સ્વતંત્રતા નહિ

ઇન્ફ્લુએન્સર્સની વાતો કોમર્શિયલ સ્પીચ, વાણી સ્વતંત્રતા નહિ

આ કેસમાં સમય રૈના, વિપુલ ગોયલ, બલરાજ પરમારજીત સિંહ ઘાઈ, નિશાંત જગદીશ તંવર અને સોનાલી ઠક્કર પર દિવ્યાંગો અંગે અસંવેદનશીલ ટિપ્પણીઓ કરવાનો આરોપ મૂકાયો હતો. સુપ્રીમ કોર્ટે આ તમામ હાસ્ય કલાકારોને પોતાની યુટ્યુબ ચેનલો અને પોડકાસ્ટ પર દિવ્યાંગ સમુદાયને બિનશરતી માફી માંગવા નિર્દેશ આપ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સામગ્રી મૂકી પૈસા કમાવનાર ઇન્ફ્લુએન્સર્સની વાતોને વાણી સ્વાતંત્ર્ય હેઠળ ગણાવી શકાતી નથી, તેને કોમર્શિયલ સ્પીચ તરીકે જ જોવામાં આવશે.

આ સાથે અદાલતે ચેતવણી આપી કે, ભવિષ્યમાં આવા કિસ્સાઓમાં પ્રભાવકો પર દંડ પણ લાદવામાં આવી શકે છે. સુપ્રીમ કોર્ટે ભવિષ્યમાં આ પ્રકારની અસંવેદનશીલ મજાક  ન થાય તેનું ધ્યાન રાખતાં માહિતી વિભાગને સોશિયલ મીડિયા પર ઉપયોગમાં લેવાતી ભાષા મુદ્દે સ્પષ્ટ ગાઈડલાઈન્સ ઘડવા આદેશ આપ્યો છે. આ ગાઈડલાઈન્સ કોઈ એક ઘટના પર આધારિત ન હોય. તેમાં ટેક્નોલોજી અને સોશિયલ મીડિયાના વ્યાપક મુદ્દાઓને આવરી લેવામાં આવે. દિવ્યાંગજનો, મહિલાઓ, બાળકો અને વરિષ્ઠો પર અસંવેદનશીલ મજાક કરવા પર અંકુશ લાદવા સોશિયલ મીડિયા માટે ગાઈડલાઈન્સ ઘડવા આદેશ કર્યો છે.


માફી માંગવી પૂરતી નથી

માફી માંગવી પૂરતી નથી

કોર્ટે SMA (Spinal Muscular Atrophy) થી પીડિત બાળકોના પરિવારોની હિંમતની પ્રશંસા કરી. આ પરિવારો સમય રૈનાની ટિપ્પણી સામે વાંધો ઉઠાવીને તેને બાળકોના અપમાન સાથે જોડ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પ્રભાવકો અને હાસ્ય કલાકારોને માત્ર માફી માંગવી પૂરતી નથી, પણ એક સોગંદનામું આપવું પડશે. જેમાં તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી દિવ્યાંગોના અધિકારો અંગે જાગૃતિ ફેલાવવાની પ્રતિબદ્ધતા દર્શાવે.

આ સમગ્ર વિવાદ Stand-Ups કોમેડિયન સમય રૈનાના શો પછી શરૂ થયો હતો, જેમાં રણવીર અલ્હાબાદિયાએ માતા-પિતા અંગે કથિત અભદ્ર ટિપ્પણી કરી હતી. આ કારણે સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા થઈ અને તેને ચારે બાજુથી ટીકા સહન કરવી પડી. વિવાદ વધી જતાં સમય રૈનાને પોતાનો શો "ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ" બંધ કરવો પડ્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top