'હું એક ફકીરની જેમ લડી', સુપ્રિયા સુલેએ લોકસભા ચૂંટણીને લઇને કર્યો મોટો ખુલાસો
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને લઇને ગણગણાટ તેજ થઇ ગયો છે. આ દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (SP) સાંસદ સુપ્રિયા સુલેનું મોટું નિવેદન સામે આવ્યું છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન સુપ્રિયા સુલેએ કહ્યું કે તેઓ બારામતી લોકસભા સીટ પરથી ફકીરની જેમ ચૂંટણી લડ્યા હતા. તેમને જીત માટે 100 ટકા ખાતરી નહોતી. NCP (SP)ના નેતા સુપ્રિયા સુલેને પૂછવામાં આવ્યું કે શું મહા વિકાસ અઘાડી (MVA) મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મુખ્યમંત્રીનો ચહેરો રજૂ કરશે. આ અંગે સીએનએન-ન્યૂઝ 18 ચેનલને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે કહ્યું હતુંકે તે કદાચ અશક્ય છે. ચૂંટણી બાદ જ યોગ્ય વ્યક્તિને મુખ્યમંત્રી બનાવવામાં આવશે.
ચૂંટણી ચિહ્ન તેમને પાછા મળી જતી નથી, ત્યાં સુધી તેમની લડાઇ સમાપ્ત નહીં થાય. તમને જણાવી દઇએ કે ગયા વર્ષે જુલાઇમાં શરદ પવારની પાર્ટી NCPના અજીત પવાર 8 ધારાસભ્યો સાથે શિંદે સરકારમાં સામેલ થઇ ગયા હતા. ત્યારબાદ ચૂંટણી પંચે અજીત પવાર જૂથને પાર્ટીનું નામ અને ચૂંટણી ચિન્હ 'ઘડિયાળ' આપી દીધુ હતું. શરદ પવારની પાર્ટીનું નામ NCP (SP) રાખવામાં આવ્યું હતું. તેમને ‘તુતારી વગાડતા વ્યક્તિ’નું ચૂંટણી ચિહ્ન ફાળવવામાં આવ્યું હતું.
આ સિવાય તેમણે નવાબ મલિક દ્વારા અજીત પવાર જૂથને આપવામાં આવેલા સમર્થન પર પણ સત્તાધારી ગઠબંધન પર પ્રહાર કર્યો હતો. તેમણે પૂછ્યું કે જે લોકોને નવાબ મલિકથી એલર્જી હતી તેમનું શું થયું? સાંસદે કહ્યું કે હું નવાબભાઇને ભાજપ સાથે જોઉં છું ત્યારે મને દુઃખ થાય છે, તમે એ જ પાર્ટી સાથે હાથ મિલાવ્યા છે જેમણે તમને જેલમાં નાખ્યા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp