Video: આતંકી હુમલામાં અનાથ થયેલા બાળકોના અભ્યાસની જવાબદારી ઉઠાવશે સુરતના ઉદ્યોગપતિ, વીડિયોના માધ્યમથી કરી જાહેરાત
મંગળવારે જમ્મુ-કશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડ્યો, જેમાં મોટા ભાગના પર્યટક સામેલ હતા. આ મોતોથી ઘણા પરિવારો બેસહરા અને બાળકોને અનાથ થઇ ગયા છે. આ દર્દનાક ઘટના બાદ હવે દેશભરમાંથી મદદ માટે હાથ વધારી રહ્યા છે. આ અનુસંધાને સુરતના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને સમાજસેવી મહેશ સવાણીએ એક મોટું માનવતાભર્યું પગલું ઉઠાવતા, જેમણે આ આતંકી હુમલમાં પોતાના માતા-પિતાને ગુમાવી દીધા છે, તેમના બાળકોના અભ્યાસનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી છે.
મહેશ સવાણીએ એક વીડિયો સંદેશ જાહેર કરતા કહ્યું કે, તેઓ પીડિત પરિવારો સાથે ઊભા છે અને બાળકોના અભ્યાસની સંપૂર્ણ જવાબદારી તેમનું પી.પી. સવાણી ગ્રુપ ઉઠાવશે. વીડિયોમાં મહેશ સવાણીએ જણાવ્યુ કે, મૃતકોના બાળકો દેશના કોઈ પણ રાજ્યના હોય, તેઓ કોઈ પણ બોર્ડ (CBSC, GSEB કે અન્ય)માં ભણી રહ્યા હોય, તેમની શાળાના અભ્યાસથી લઈને NEET, JEE જેવી પ્રતિસ્પર્ધી પરીક્ષાઓની તૈયારી અને ગ્રેજ્યુએશન સુધીનો ખર્ચ પીપી સવાણી સ્કૂલ અને પીપી સવાણી ગ્રુપ ઉઠાવશે. તેમણે એમ પણ કહ્યું કે, જેમણે આતંકી હુમલામાં જીવ ગુમાવ્યો છે એ બધા માટે આ તેમના ગ્રુપની શ્રદ્ધાંજલિ હશે.
View this post on Instagram A post shared by Jayesh Devangda (@aryan_digital_media_jamnagar)
A post shared by Jayesh Devangda (@aryan_digital_media_jamnagar)
મહેશ સવાણીને ગુજરાતમાં એક સંવેદનશીલ અને સમાજસેવી ઉદ્યોગપતિના રૂપમાં ઓળખવામાં આવે છે. જે પરિવારોએ પહેલગામ આતંકી હુમલામાં કમાતા સભ્યોને ગુમાવી દીધા છે, તેમના માટે આ જાહેરાત એક આશાનું કિરણ છે. શિક્ષણના મધ્યમાંથી આ બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવાની પહેલ વાસ્તવમાં એક પ્રેરણાદાયક પગલું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp