આમાં ‘દારૂબંધી’ ક્યાંથી સફળ થાય? સુરતમાં PSI ખુદ ACBને હાથે ઝડપાયા! જાણો વિગત

આમાં ‘દારૂબંધી’ ક્યાંથી સફળ થાય? સુરતમાં PSI ખુદ ACBને હાથે ઝડપાયા! જાણો વિગત

08/02/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

આમાં ‘દારૂબંધી’ ક્યાંથી સફળ થાય? સુરતમાં PSI ખુદ ACBને હાથે ઝડપાયા! જાણો વિગત

સુરત : હજી લઠ્ઠાકાંડના સમાચારોની શાહી સૂકાઈ નથી અને લોકો ઠેર ઠેર ગુજરાતની દારૂબંધીને મજાકનો વિષય બનાવી રહ્યા છે, ત્યારે ખુદ પોલીસ અધિકારી દારુના કેસમાં લાંચ માંગતા ઝડપાય, એ દર્શાવે છે કે સરકારી તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચારને કારણે ગુજરાતમાં દારૂબંધીના કાયદાની કેવી બૂરી વલે થઇ છે! સરકાર દ્વારા એવી છાપ પાડવાની કોશિષ થતી હોય છે કે રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ થઇ રહ્યો છે. બીજી તરફ ખુદ પોલીસ ખાતાના ઉચ્ચ અધિકારી કાયદાનો દુરુપયોગ કરીને લોકોને હેરાનગતિ કરી રહ્યા હોય, તો એને પ્રજાની કમનસીબી જ ગણવી પડે.


ACBના છટકામાં આબાદ ઝડપાયા

ACBના છટકામાં આબાદ ઝડપાયા

બનાવની જાણવા મળતી વિગત એવી છે કે સુરત ખાતે એક વ્યક્તિ (ફરિયાદી) ટ્રાન્સપોર્ટ અને ટ્રાવેલ્સનો ધંધો કરે છે. જેની લક્ઝરી બસમાંથી દારૂ મળી આવતા સુરતના પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ થયો હતો. આ કેસમાં સુરતના પુણા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના PSI જયદીપસિંહ રાજપૂતે લાંચ લીધી હોવાનું સામે આવ્યું છે. PSI જયદીપસિંહે લાંચ લીધી હોવાનું સામે આવતા એસીબીની ટીમે એક છટકું ગોઠવ્યું હતું જેમાં રાજપૂત ઝડપાયા હતા.

મળતી માહિતી મુજબ ટ્રાવેલ્સની લક્ઝરી બસમાંથી દારૂ મળતા કાયદેસરની કાર્યવાહીને નામે પુણા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના PSI જયદીપસિંહ રાજપૂતે ફરિયાદીને પોલીસ સ્ટેશને બોલાવીને ધમકાવ્યા હતા. અને કેસમાં ટ્રાવેલ્સના માલિકનું નામ ન આવવા દેવું હોય, તો એ માટે 5,00,000 (પાંચ લાખ) રૂપિયા લાંચ પેટે માંગ્યા હતા. જો માંગેલી રકમ ન મળે તો ટ્રાવેલ્સના માલિકનું નામ કેસમાં આરોપી તરીકે દાખલ કરવાની ધમકી આપવામાં આવી હતી.


આખરે રકઝકને અંતે 3,00,000 (ત્રણ લાખ) રૂપિયામાં પતાવટ કરવાનું નક્કી થયું હતું. ફરિયાદીએ ટ્રાવેલ્સના માલિકને આ અંગે વાત કરતા ટ્રાવેલ્સના માલિકે 1,70,000 રૂપિયા રોકડા મોકલી આપ્યા હતા. આ રૂપિયા PSI જયદીપસિંહ રાજપૂતે બીજા એક વ્યક્તિ, જીયાઉદ્દીન અબુલરહીમ સૈયદ ઉર્ફે જીવાભાઇ (ખાનગી વ્યક્તિ) દ્વારા ગઈકાલે, તારીખ 01 ઓગસ્ટના રોજ સ્વીકારવામાં આવ્યા હતા. ત્યાર બાદ PSI જયદીપસિંહ રાજપૂતે બાકીના 1,30,000 રૂપિયા આપવા માટે માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતાં ના હોય, ફરીયાદીએ ACBનો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે ફરિયાદને આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કામના આરોપીઓએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, રૂપિયા ૧,૩૦,૦૦૦/- ની લાંચની રકમ આરોપી નં.(૧) એટલે કે, જયદીપસિંહ રાજપૂતના કહેવાથી આરોપી નં.(૨) એટલે કે જીયાઉદ્દીન અબુલરહીમ સૈયદ ઉર્ફે જીવાભાઇએ સ્વીકારી હતી. લાંચની રકમ સ્વીકારતા જ ACB તરત જ બન્ને આરોપીઓને ઝડપી લીધા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top