સુરત: નાના ભાઈએ પતંગ ચગાવવા પતંગ અને દોરો ન આપતા કરી આત્મહત્યા

સુરત: નાના ભાઈએ પતંગ ચગાવવા પતંગ અને દોરો ન આપતા કરી આત્મહત્યા

12/13/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરત: નાના ભાઈએ પતંગ ચગાવવા પતંગ અને દોરો ન આપતા કરી આત્મહત્યા

સુરતના જહાંગીપુરા વિસ્તારમાં 10 વર્ષના છોકરાએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. 5 વર્ષ અગાઉ તેની માતાએ પણ આજ જગ્યાએ ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધુ હતું. જેના કારણે ઘણા સવાલો ઉદ્વભવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, ભલાભાઈ રાઠોડ જહાંગીપુરા વિસ્તારના હળપતિ વાસમાં રહે છે, જે ખેતીકામ કરીને ગુજરાન ચલાવે છે. તે અહીં ચાર બાળકો અને તેની બીજી પત્ની સાથે રહે છે. ભલાભાઈને પહેલી પત્નીથી 2 પુત્રો છે અને બીજી પત્નીથી એક પુત્ર અને એક પુત્રી છે. પહેલી પત્નીએ 5 વર્ષ અગાઉ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી, ત્યારબાદ ભલાભાઈ રાઠોડે બીજા લગ્ન કર્યા હતા.

ભલાભાઈની પહેલી પત્નીના 2 પુત્રોમાંથી કેતન રાઠોડ (ઉંમર ૧૦ વર્ષ)એ સાવકી માતા પાસે પતંગ લાવવા માટે 10 રૂપિયા માગ્યા હતા. સાવકી માતા 20 રૂપિયા આપીને જતી રહી હતી. મળતી માહિતી મુજબ નાના ભાઈએ પતંગ અને દોરો ન આપતા જિંદગી ટૂંકાવી લેવા જેવડું મોટું પગલું ભર્યું હોવાની વાત સામે આવી છે.


પોલીસે ફોરેન્સિક પોસ્ટમૉર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી

પોલીસે ફોરેન્સિક પોસ્ટમૉર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી

ભલાભાઈ પટેલે જણાવ્યું હતું કે, બુધવારની સવારે તેઓ ખેત મજૂરીએ જતા રહ્યા હતા. ત્યારબાદ કેતન ભાઈ-બહેનો સાથે હતો. ફોન પર જાણકારી મળી કે કેતન ફાંસો ખાઈ લીધેલી હાલમાં મળ્યો છે. જેથી તે દોડીને ઘરે આવી ગયો હતો, ત્યારે કેતન જમીન પર પડ્યો હતો. પાડોશી મહિલાએ મૃતક કેતનને નીચે ઉતાર્યો હતો. ત્યારબાદ પરિવારે પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોચી અને પંચનામું કરી શબને સિવિલ લઇ જવામાં આવ્યું હતું. કેતનની આત્મહત્યાના મામલે પોલીસે મોતનું સાચું કારણ જાણવા માટે ફોરેન્સિક પોસ્ટમૉર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top