એક હાથમાં માઇક લઇને ગીત ગાતા ચા બનાવે છે સુરતના કાકા, વીડિયો વાયરલ

એક હાથમાં માઇક લઇને ગીત ગાતા ચા બનાવે છે સુરતના કાકા, વીડિયો વાયરલ

07/11/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

એક હાથમાં માઇક લઇને ગીત ગાતા ચા બનાવે છે સુરતના કાકા, વીડિયો વાયરલ

ડોલી ચાવાળા બાદ સોશિયલ મીડિયા પર હવે સોશિયલ મીડિયા પર સિંગર ચાવાળાનો વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. વીડિયોમાં એક આધેડ ઉંમરના કાકા એક હાથમાં માઇક લઇને ગીત ગાતા નજર પડી રહ્યા છે. અંકલ પોતાના એક હાથથી માઇક પકડીને નજરે પડી રહ્યા છે અને બીજા હાથે વાસણમાં બની રહેલી ચાને ચમચીથી હલાવી રહ્યા છે. વીડિયોમાં કાકા પોતાની દુકાન પર ચા બનાવતા કિશોર કુમારની 1972ની ફિલ્મ ‘અમર પ્રેમ’નું સુપરહિટ ગીત ‘ચિંગારી કોઇ ભડકે’ ગાતા નજરે પડી રહ્યા છે.


વિરલ ભાયાણીએ શેર કર્યો વીડિયો

વિરલ ભાયાણીએ શેર કર્યો વીડિયો

ચા બનાવતી વખત તેઓ લોકોને પોતાનું હુનર દેખાડી શકે તેના માટે તેમણે રીતસરના એક મ્યૂઝિક સેટની વ્યવસ્થા કરી રાખી છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર મુંબઇના સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ પોતાના અકાઉન્ટ પરથી શેર કર્યો છે. ચા સાથે વિજયભાઇ પટેલના ગીત ગાવાનો અંદાજ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. આ વીડિયો શેર કર્યા બાદ અત્યાર સુધી તેને 1 મિલિયન કરતા વધુ લોકોએ જોયો છે અને લાઇક કર્યો છે.


લોકો સિંગર ચાવાળા પર ખૂબ પ્રેમ લૂંટાવી રહ્યા છે

લોકો સિંગર ચાવાળા પર ખૂબ પ્રેમ લૂંટાવી રહ્યા છે

વીડિયો પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું કે, ‘સુરતના વિજયભાઇ પટેલ ઘણા વર્ષોથી ડુમસમાં ચાની લારી ચલાવી રહી છે. વિજયભાઇની ચા મીઠી હોય છે અને તેનથી પણ મીઠો તેમનો અવાજ છે. લોકો દૂર દૂરથી વિજયભાઇની ચા પીવા અને તેમનું ગીત સાંભળવા આવે છે. વાયરલ થઇ રહેલા આ વીડિયોને જોયા બાદ તમામ લોકો આ સિંગર ચાવાળા પર ખૂબ પ્રેમ લૂંટાવી રહ્યા છે અને કમેન્ટ કરીને તેમના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું કે, આ ચા પર તો જરૂર ચર્ચા થવી જોઇએ. બીજા એક યુઝરે લખ્યું કે, અંકલજીએ પોતાના બિગ બોસમાં જવાના રસ્તા ખોલી દીધા છે. એક અન્ય યુઝરે લખ્યું કે, વિજયભાઇ સુરતમાં.., ચાવાળા ડોલીને બિલ ગેટ્સ મળવા આવ્યા, તેમને કોણ મળવા આવશે?


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top