T20 World Cup 2024 : ભારતમાં કેટલા વાગ્યે જોઈ શકાશે મેચ? જાણો ક્યારે અને કોની સાથે થશે મુકાબલો

T20 World Cup 2024 : ભારતમાં કેટલા વાગ્યે જોઈ શકાશે મેચ? જાણો ક્યારે અને કોની સાથે થશે મુકાબલો

05/28/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

T20 World Cup 2024 : ભારતમાં કેટલા વાગ્યે જોઈ શકાશે મેચ? જાણો ક્યારે અને કોની સાથે થશે મુકાબલો

T20 World Cup 2024 : ICC T20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત 1 જૂનથી થઈ રહી છે અને તે 29 જૂન સુધી રમાશે. આ વખતે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં આ ટી20 વર્લ્ડ કપનું આયોજન થઈ રહ્યું છે. T20 વર્લ્ડ કપની આ નવમી સિઝન છે અને તેમાં કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે. સૌથી પહેલા 2007માં T20 વર્લ્ડ કપ રમાયો હતો. જેને ભારતીય ટીમે ધોનીની કેપ્ટનશિપમાં જીત્યો હતો. T20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝની બોલબાલા રહી છે. વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ બે વખત ખિતાબ જીત્યો છે જ્યારે ભારત, પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમો માત્ર એક જ વાર ખિતાબ જીતવામાં સફળ રહી છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ 2012 અને 2016માં ખિતાબ જીતવામાં સફળ રહી હતી. બીજી તરફ ઈંગ્લેન્ડે 2010 અને 2022માં ખિતાબ જીતીને કમાલ કર્યો હતો. 


T20 વર્લ્ડ કપનું ફોર્મેટ

T20 વર્લ્ડ કપનું ફોર્મેટ

આ વખતે યજમાન વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા છે. 2024 T20 વર્લ્ડ કપની મેચો 9 વેન્યૂ પર રમાશે. ડલાસ અને બ્રિજટાઉન ઉપરાંત પ્રોવિડેન્સ, ન્યૂયોર્ક, લોડરહિલ, નોર્થ સાઉન્ડ, ગ્રોસ આઈલેટ, કિંગ્સટાઉન અને તારૌબામાં મેચો રમાશે. આ વખતે T20 વર્લ્ડ કપમાં 20 ટીમો ભાગ લઈ રહી છે. T-20 વર્લ્ડ કપ 1 જૂનથી 20 જૂન સુધી રમાશે. તમામ 20 ટીમોને 5-5ના 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપની ટોપ 2 ટીમ સુપર 8માં પહોંચશે. ત્યારબાદ ફરી 8 ટીમોએ સુપર 8 રાઉન્ડમાં મેચ રમવાની છે. સુપર 8માં પણ ટીમોને 4-4ના બે ગ્રુપમાં રાખવામાં આવશે. સુપર 8માં બંને ગ્રૂપની ટોપ 2 ટીમો સેમિફાઈનલમાં પહોંચશે. બે સેમી ફાઈનલ મેચ રમાશે. ત્યારબાદ સેમિફાઈનલ મેચ જીતનારી ટીમો વચ્ચે ફાઈનલ મુકાબલો રમાશે.


T20 વર્લ્ડ કપમાં થશે 'સ્ટોપ ક્લોક' નિયમનો ઉપયોગ

T20 વર્લ્ડ કપમાં થશે 'સ્ટોપ ક્લોક' નિયમનો ઉપયોગ

આ વખતે T20 વર્લ્ડ કપમાં 'સ્ટોપ ક્લોક' નિયમનો ઉપયોગ કરવામાં આવશે, એટલે કે બોલિંગ કરનાર ટીમે એક ઓવર પૂરી થયાની 60 સેકન્ડની અંદર જ બીજી ઓવર શરૂ કરવાની રહેશે. આ નિયમપ્રમાણે દરેક ઈનિંગનો સમય 1 કલાક 25 મિનિટનો રહેશે અને 20 મિનિટનો ઈન્ટરવલ રાખવામાં આવ્યો છે. વિશેષ પરિસ્થિતિને છોડીને મેચ 3 કલાક 10 મિનિટમાં ખતમ કરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે.જો T20 વર્લ્ડ કપની મેચ ટાઈ થશે તો સુપર ઓવર દ્વારા નિર્ણય લેવામાં આવશે. જો સુપર ઓવર પણ ટાઈ થાય તો ત્યાં સુધી સુપર ઓવર રમાશે જ્યાં સુધી મેચનો નિર્ણય ન આવી જાય.

જો મેચ દરમિયાન વરસાદમાં પડે તો સૌ પ્રથમ ડકવર્થ-લુઈસ નિયમનો ઉપયોગ કરીને નિર્ણય લેવાનો પ્રયાસ કરવામાં આવશે. DLS માટે કેટલીક શરતો પણ રાખવામાં આવી છે. ગ્રુપ સ્ટેજ અને સુપર-8 માટે DLS નો ઉપયોગ ત્યારે જ થશે જ્યારે બંને ટીમો ઓછામાં ઓછી 5 ઓવરની મેચ રમાઈ હોય. આ ઉપરાંત નોકઆઉટ મેચમાં બંને ટીમો માટે ઓછામાં ઓછી 10 ઓવરની મેચ હોવું અનિવાર્ય છે.


ભારતમાં કેટલા વાગ્યે જોઈ શકાશે મેચ

ભારતમાં કેટલા વાગ્યે જોઈ શકાશે મેચ

ભારતીય ટીમની મેચો T20 વર્લ્ડ કપમાં ભારતીય સમય અનુસાર રાત્રે 8:00 વાગ્યે શરૂ થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8:00 વાગ્યાથી રમાશે. આ ઉપરાંત પ્રથમ સેમિફાઈનલ ભારતીય સમય અનુસાર રાત્રે 8:00 વાગ્યે શરૂ થશે. જ્યારે ફાઈનલ મેચ સાંજે 7:30 વાગ્યાથી રમાશે.

5 જૂન- ભારત Vs આયર્લેન્ડ, ન્યૂયોર્ક, સમય- રાત્રે 8:00 વાગ્યે

9 જૂન- ભારત Vs પાકિસ્તાન, ન્યૂયોર્ક, સમય- રાત્રે 8:00 વાગ્યે

12 જૂન- ભારત Vs યુએસએ, ન્યૂયોર્ક, સમય- રાત્રે 8:00 વાગ્યે

15 જૂન - ભારત Vs કેનેડા, ફ્લોરિડા, સમય- રાત્રે 8:00 વાગ્યે

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top