તમન્ના ભાટિયા મુશ્કેલીમાં મુકાઈ! મહારાષ્ટ્ર સાયબર સેલે પાઠવ્યું સમન્સ.'જાણો શું છે સમગ્ર મામલો?

તમન્ના ભાટિયા મુશ્કેલીમાં મુકાઈ! મહારાષ્ટ્ર સાયબર સેલે પાઠવ્યું સમન્સ.'જાણો શું છે સમગ્ર મામલો?

04/25/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

તમન્ના ભાટિયા મુશ્કેલીમાં મુકાઈ! મહારાષ્ટ્ર સાયબર સેલે પાઠવ્યું સમન્સ.'જાણો શું છે સમગ્ર મામલો?

Tamannaah Bhatia : સાઉથથી લઈને બોલિવૂડ સુધી પોતાની એક્ટિંગથી લોકોની વચ્ચે નામ બનાવનાર તમન્ના ભાટિયા મુશ્કેલીમાં ફસાતી નજત આવી રહી છે. વાત એમ છે કે મહારાષ્ટ્ર સાયબર સેલે એક કેસમાં પૂછપરછ માટે અભનેત્રીને સમન્સ પાઠવ્યું છે અને 29 એપ્રિલે મહારાષ્ટ્ર સાયબર સેલના તપાસ અધિકારી સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું છે.


આ મામલામાં પૂછપરછ માટે

આ મામલામાં પૂછપરછ માટે

રિપોર્ટ અનુસાર તમન્ના ભાટિયાને ફેરપ્લે એપ પર IPL 2023 ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલામાં પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યું છે.સાયબર પોલીસ તમન્ના પાસેથી જાણવા માંગે છે કે ફેરપ્લેને પ્રમોટ કરવા માટે તેનો સંપર્ક કોણે કર્યો, તેણે આ કેવી રીતે કર્યું અને તેના માટે તેને કેટલા પૈસા અને કયા માધ્યમથી પૈસા મળ્યા હતા.અભિનેતા સંજય દત્તને પણ

અભિનેતા સંજય દત્તને પણ

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે અભિનેતા સંજય દત્તને પણ આ જ કેસમાં 23 એપ્રિલે સમન્સ પાઠવવામાં આવ્યું હતું, પરંતુ સંજયે કહ્યું હતું કે તે મુંબઈમાં નથી અને તે આપેલ તારીખે હાજર થઈ શકશે નહીં.

અહેવાલો અનુસાર, વાયાકોમ દ્વારા મહારાષ્ટ્ર સાયબર સેલમાં IPLના ગેરકાયદે પ્રસારણને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વાયાકોમે તેની ફરિયાદમાં દાવો કર્યો હતો કે ફેરપ્લેએ ટાટા આઈપીએલ (ઈન્ડિયન પ્રીમિયર લીગ) 2023 ને ગેરકાયદેસર રીતે સ્ક્રીનીંગ કર્યું હતું અને તેના કારણે તેને 100 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top