Gujarat: અમદાવાદમાં લુખ્ખાઓએ ખુલ્લેઆમ તલવાર બતાવી પોલીસને ભગાવી? જુઓ વીડિયો

Gujarat: અમદાવાદમાં લુખ્ખાઓએ ખુલ્લેઆમ તલવાર બતાવી પોલીસને ભગાવી? જુઓ વીડિયો

12/19/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Gujarat: અમદાવાદમાં લુખ્ખાઓએ ખુલ્લેઆમ તલવાર બતાવી પોલીસને ભગાવી? જુઓ વીડિયો

Ahmedabad Viral Video: ગુજરાત જાણે કે ક્રાઇમ હબ બનતું જઇ રહ્યું હોય તેમ સતત ગુનાહિત ઘટનાઓ બનતી જઇ રહી છે. પછી તે હત્યા કરવાની વાત હોય, ધમકી આપવાની હોય, બળાત્કાર કરવાની હોય કે ધાકધમકી અને મારામારી કરવાની હોય, ગુનેગારોમાં તો જાણો પોલીસનો ભય જ રહ્યો નથી. કેટલીક જગ્યાએ પોલીસ ગુનેગારોનું સરઘસ પણ કાઢે છે, પરંતુ અમદાવાદથી એક હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે, જ્યાં લુખ્ખા તત્વોના પોલીસ ભયથી ભાગી રહી હોય તેવી ભ્રાંતિ થઇ રહી છે.

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં લુખ્ખાઓ કોઇ પણ ભય વિના ખુલ્લેઆમ તલવાર લઇને પોલીસ સામે આવે છે અને ધમકી આપતા પોલીસ અધિકારીઓને ગાડીમાં બેસાડી છે. આ વીડિયો જોયા બાદ અમદાવાદમાં સામાન્ય જનતા માટે સુરક્ષાને લઇને સવાલો ઉભા થઇ રહ્યા છે. આ વીડિયો અમદાવાદ અને બાપુનગર વિસ્તારનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


અસામાજિક તત્વોએ પોલીસકર્મીને હથિયાર બતાવીને ગાડીમાં બેસાડી દીધા હતા

અસામાજિક તત્વોએ પોલીસકર્મીને હથિયાર બતાવીને ગાડીમાં બેસાડી દીધા હતા

મળતી માહિતી મુજબ, રખિયાલ નૂર હૉટલથી શરૂ થયેલી જીભાજોડી બાપુનગર પોલીસ સ્ટેશનની હદ સુધી પહોચી હતી. અહીં જાહેરમાં હથિયાર લઇને લુખ્ખાઓની ટોળકીએ આતંક મચાવ્યો હતો. અસામાજિક તત્વોએ પોલીસકર્મીને હથિયાર બતાવીને ગાડીમાં બેસાડી દીધા હતા અને પોલીસકર્મી પણ ત્યાંથી ચૂપચાપ જતા રહે છે. આ ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા. પોલીસે એકની અટકાયત કરીને અન્યની શોધખોળ શરૂ કરી છે. આ ઘટનાને લઇને બાપુનગર અને રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top