રતન ટાટા પોતાની ઈલેક્ટ્રિક નેનોમાં તાજ હોટલ પહોચ્યાં; આ ઇલેક્ટ્રિક કારની ખાસિયતો સાંભળીને ઉડી જ

રતન ટાટા પોતાની ઈલેક્ટ્રિક નેનોમાં તાજ હોટલ પહોચ્યાં; આ ઇલેક્ટ્રિક કારની ખાસિયતો સાંભળીને ઉડી જશે હોશ

05/21/2022 National

SidhiKhabar

SidhiKhabar

રતન ટાટા પોતાની ઈલેક્ટ્રિક નેનોમાં તાજ હોટલ પહોચ્યાં; આ ઇલેક્ટ્રિક કારની ખાસિયતો સાંભળીને ઉડી જ

નેશનલ ડેસ્ક : ટાટા નેનો ભારતીય બજારમાંથી લગભગ વિસરાઈ ગઈ છે. પરંતુ હાલમાં જ જ્યારે નેનો મુંબઈની તાજ હોટલ સામે આવી ત્યારે આ સમાચાર હેડલાઈન્સ બની ગયા. વાસ્તવમાં આ નેનો કાર પોતે રતન ટાટાની હતી. રતન ટાટા તેમના અંગત સહાયક શાંતનુ નાયડુ સાથે મોડિફાઈડ ટાટા નેનો ઇલેક્ટ્રિક કારમાં અહીં પહોંચ્યા હતા.


નેનોમાં રતન ટાટાને જોઈને લોકો તેમના વખાણ કરી રહ્યા હતા. તે જ સમયે, બધા પૂછી રહ્યા હતા કે શું ટાટા મોટર્સ નેનોને ઇલેક્ટ્રિક અવતારમાં લોન્ચ કરવા જઈ રહી છે. શું રતન ટાટા ખરેખર કંપનીની નવી ઇલેક્ટ્રિક કારના પ્રચાર માટે આવ્યા હતા?


આ છે નેનો EVની વાસ્તવિકતા

ખરી વાત એ છે કે રતન ટાટા ઈલેક્ટ્રિક નેનો દ્વારા આવ્યા હતા, પરંતુ આ ઇલેક્ટ્રિક કાર ટાટા મોટર્સે નથી બનાવી. તેના બદલે, તે કસ્ટમ-મેડ ટાટા નેનો ઈલેક્ટ્રિક છે, જે તેમને ElectraEV દ્વારા ભેટમાં આપવામાં આવી હતી, જે ઇલેક્ટ્રિક વાહનો માટે પાવરટ્રેન સોલ્યુશન્સ બનાવે છે. તમને જણાવી દઈએ કે ElectraEV ની શરૂઆત રતન ટાટા દ્વારા કરવામાં આવી હતી. કોઈમ્બતુરમાં ઉત્પાદન સુવિધા સાથે કંપનીનું મુખ્ય મથક પૂણેમાં છે.


ElectraEV નેનો 150 માઈલેજ આપે છે

ElectraEV નેનો 150 માઈલેજ આપે છે

ElectraEV એ 624cc પેટ્રોલ એન્જિન સાથેની આ Tata Nano કારને ઇલેક્ટ્રિક વાહનમાં બદલાવી છે. તેમાં સુપર પોલિમર લિથિયમ-આયન બેટરી પેકનો ઉપયોગ કરવા સાથે 72V પાવરટ્રેન આપવામાં આવી છે. આ મોડિફાઈડ ટાટા નેનો ઈલેક્ટ્રીકની અંદાજિત રેન્જ 150 થી 160 કિમી જણાવવામાં આવી રહી છે. આ કાર લગભગ 10 સેકન્ડમાં 0-60 kmphની સ્પીડ પકડવામાં પણ સક્ષમ છે.


નોંધણી કરાવી શકો છો

નોંધણી કરાવી શકો છો

મીડિયા અહેવાલો અનુસાર, ElectraEV નું આ રેટ્રોફિટિંગ FAME સુસંગત છે અને ARAI અને RTO પ્રમાણિત છે. એટલે કે તમે તેનું રજીસ્ટ્રેશન પણ કરાવી શકો છો. કંપની હાલમાં ફ્લીટ સેગમેન્ટ માટે રિટ્રોફિટિંગ સર્વિસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ElectraEV દ્વારા ઓફર કરવામાં આવતી અન્ય પ્રોડક્ટ્સ અને સેવાઓમાં વ્હીકલ કંટ્રોલ યુનિટ્સ, ટેલિમેટિક્સ, પ્રોટોટાઈપિંગ, હોમોલોગેશન રેડીનેસ અને ElectraEV દ્વારા પૂરી પાડવામાં આવતી કેટલીક સેવાઓ અને ઉકેલોનો સમાવેશ થાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top