DoTના આ નિર્ણયથી મોબાઇલ યુઝર્સની બલ્લે બલ્લે, હવે બેઝમેન્ટમાં પણ મળશે શાનદાર કનેક્ટિવિટી

DoTના આ નિર્ણયથી મોબાઇલ યુઝર્સની બલ્લે બલ્લે, હવે બેઝમેન્ટમાં પણ મળશે શાનદાર કનેક્ટિવિટી

06/08/2024 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

DoTના આ નિર્ણયથી મોબાઇલ યુઝર્સની બલ્લે બલ્લે, હવે બેઝમેન્ટમાં પણ મળશે શાનદાર કનેક્ટિવિટી

DoTએ ઇન્ડોર કનેક્ટિવિટીને સારી કરવાની તૈયારી કરી લીધી છે. દૂરસંચાર વિભાગે એરપોર્ટની અંદર યાત્રીઓને શાનદાર કનેક્ટિવિટી આપવા માટે ઇન બિલ્ડિંગ સોલ્યુબશન આપવા માટે ટેલકોમ કંપનીઓને નિર્દેશ આપ્યા છે. ટેલિકોમ કંપનીઓ એરપોર્ટની અંદર 5G ડિપલોય કરી શકતી નથી કેમ કે એરક્રાફ્ટ અલ્ટીમીટર માટે ઉપયોગ કરવામાં આવતી C બેન્ડ અને 5Gના બેન્ડ વચ્ચે કેટલીક ટેક્નિકલી મુશ્કેલીઓ છે.


ઇન બિલ્ડિંગ સોલ્યૂશન:

ઇન બિલ્ડિંગ સોલ્યૂશન:

દૂરસંચાર વિભાગે ટેલિકોમ કંપનીઓને નિર્દેશ આપ્યા છે કે 3G/4Gની શાનદાર કનેક્ટિવિટી હોવા પર યાત્રી પોતાના ઘણા કામ કરી શકે છે, જ્યાં સુધી 5Gને એરપોર્ટની અંદર લોન્ચ ન કરવામાં આવે, ત્યાં સુધી ઇન બિલ્ડિંગ સોલ્યૂશનને અહી લગાવવામાં આવે. તેઓ રનવેના 2.1 કિમીના દાયરામાં 5G ડિપ્લોય નહીં કરી શકે. ડિરેક્ટર જનરલ સિવિલ એવિએશન (DGCA)એ ટેલિકોમ કંપનીઓના લૉ ફ્રિક્વેન્સી પાવર આઉટપુટવાળા 5G નેટવર્ક ડિપ્લોયમેન્ટને પહેલા જ નામંજૂર કરી દીધું છે. C બેન્ડ અલ્ટીમીટર અને 5Gના રેડિયો ફ્રિક્વેન્સીના કારણે એરક્રાફ્ટની લેન્ડિંગ પ્રભાવિત થઇ શકે છે.


બદલવામાં આવશે અલ્ટીમીટર

બદલવામાં આવશે અલ્ટીમીટર

દૂરસંચાર વિભાગના એક અધિકારી મુજબ એરક્રાફ્ટની અંદર ઉપસ્થિત અલ્ટીમીટરને બદલાવાનું કામ કરવામાં આવી રહ્યું છે. જો કે, અત્યારે એ સ્પષ્ટ નથી કે કયા સમયે ટેલિકોમ કંપનીઓ એરપોર્ટની અંદર 5G નેટવર્ક ડિપ્લોય કરશે. એવામાં સારા 4G કવરેજ અને Wi-Fi નેટવર્કને એરપોર્ટની અંદર સારું કરવું પડશે. સેલ્યૂલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ પણ સરકારને આગ્રહ કર્યો કે એરપોર્ટ પર અલ્ટીમીટર બદલવા માટે એક નિશ્ચિત ડેડલાઇન આપવામાં આવે. ઇનબિલ્ડિંગ સોલ્યૂશન લગાવવા માટે ટેલિકોમ કંપનીઓ બિલ્ડિંગમાં નેટવર્ક બુસ્ટર ડિવાઇસ લગાવે છે, જેના કારણે યુઝર્સને આખી બિલ્ડિંગમાં સારી કનેક્ટિવિટી મળશે. યુઝર્સ 3G/4G કનેક્ટિવિટીમાં પણ પોતાના જરૂરી કામ નિપટાવી શકે છે. એટલું જ નહીં, કોલિંગ અને ડેટનો પણ લાભ મળશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top