BREAKING: આ દેશમાં આવ્યો 7.2ની તીવ્રતાનો ભૂકંપ! ત્સુનામી માટેનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું! ઘટ

BREAKING: આ દેશમાં આવ્યો 7.2ની તીવ્રતાનો ભૂકંપ! ત્સુનામી માટેનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું! ઘટનાક્રમ ઉપર આખી દુનિયાની નજર

06/28/2024 World

SidhiKhabar

SidhiKhabar

BREAKING: આ દેશમાં આવ્યો 7.2ની તીવ્રતાનો ભૂકંપ! ત્સુનામી માટેનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું! ઘટ

Peru Earthquake: ભૂકંપ પોતે જ એક મહાવિનાશક ઘટના ગણાય છે. એમાં પણ જ્યારે દરિયાના પેટાળમાં આવેલા ભૂકંપને કારણે દરિયાના મોજા ગાંડાતૂર બનીને કિનારે આવેલા પ્રદેશોને ઘમરોળી નાખે, ત્યારે જાન-માલનું મોટું નુકસાન થતું હોય છે. વીતેલા દાયકાઓ દરમિયાન દુનિયાએ આવો મહાવિનાશ વેઠ્યો છે, એટલે જ હાલમાં આખી દુનિયાનું ધ્યાન પેરુ દેશ તરફ કેન્દ્રિત થયું છે. કેમકે આજે પેરુમાં ભૂકંપ આવ્યો હોવાના સમાચાર છે.


દક્ષિણ અમેરિકાનો દેશ પેરુ આજે ધરતીકંપના તીવ્ર આંચકાથી ધ્રૂજી ઉઠ્યો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.2 માપવામાં આવી. ભૂકંપનું કેન્દ્ર પેરુના પશ્ચિમમાં આવેલા એટિક્યુઇપાથી 8 કિલોમીટર દૂર ચાલા ખાતે રહ્યું. યુએસ જીઓલોજિકલ સર્વેના રિપોર્ટ મુજબ આ ભૂકંપ શુક્રવારે સવારે બરાબર 11 વાગીને 6 મિનિટે આવ્યો. જોકે હજુ સુધી પેરુની સરકારે જાન માલના નુકસાન અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી. પરંતુ સુનામીને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

7.2ની તીવ્રતાના આ જોરદાર ભૂકંપના (પેરુમાં ધરતીકંપ) આંચકા પેરુના રાજ્યોમાં અનુભવાયા છે. સ્થાનિક અહેવાલો મુજબ લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા, રસ્તાઓ પર જ્યાં વાહનો ચાલી રહ્યા હતા ત્યાં ડરના માર્યા તે જ સ્થળે થંભી ગયા. આ પહેલા 16 જૂને પેરુમાં ધરતીકંપ આવ્યો હતો જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 માપવામાં આવી હતી. જોકે ત્યારે પણ કોઈ પ્રકારનું જાન માલનું નુકસાન થયું નહોતું. આ બાબતે હજી વધુ સમાચારો આવી રહ્યા છે.


યુક્રેન યુદ્ધ પછી મોદી પ્રથમવાર રશિયાની મુલાકાતે જશે

યુક્રેન યુદ્ધ પછી મોદી પ્રથમવાર રશિયાની મુલાકાતે જશે

ભારત અને રશિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Modi) આગામી મોસ્કો મુલાકાત માટે આયોજન કરી રહ્યા છે. રોયટર્સે મંગળવારે રશિયન સમાચાર એજન્સી RIAને ટાંકીને આ માહિતી આપી હતી. આરઆઈએ અનુસાર, એક રાજદ્વારી સૂત્રએ સંકેત આપ્યો છે કે પીએમ મોદી જુલાઈમાં રશિયાની (Russia) મુલાકાતે જવાના છે. ક્રેમલિને અગાઉ માર્ચમાં જાહેરાત કરી હતી કે મોદીને રશિયાની મુલાકાત લેવાનું આમંત્રણ મળ્યું છે. સૂત્રએ એ વાતની પણ પુષ્ટિ કરી છે કે પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે બેઠક થવાની છે.પુતિને આ વર્ષે મે મહિનામાં સતત પાંચમી વખત રશિયાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. જ્યારે મોદીએ 9 જૂનના રોજ સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. અગાઉ, એક નિવેદનમાં, રશિયન રાષ્ટ્રપતિએ સામાન્ય ચૂંટણીમાં ભાજપની જીત પર પીએમ મોદીને અભિનંદન આપ્યા હતા.

જો વડાપ્રધાન મોદીની આ મુલાકાત થાય છે, તો 2019 પછી અને યુક્રેન યુદ્ધની શરૂઆત પછી આ તેમની પ્રથમ રશિયાની મુલાકાત હશે. રાષ્ટ્રપતિ પુતિન છેલ્લે વર્ષ 2021માં વાર્ષિક ભારત-રશિયા સમિટ માટે નવી દિલ્હી આવ્યા હતા. છેલ્લા બે વર્ષથી આ વાર્ષિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું નથી. PM મોદી છેલ્લે 16 સપ્ટેમ્બર, 2022ના રોજ ઉઝબેકિસ્તાનના સમરકંદમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટ દરમિયાન પુતિનને મળ્યા હતા. ત્યારબાદ તેમણે યુક્રેન યુદ્ધના ઉકેલ માટે વાતચીત અને કૂટનીતિનો માર્ગ અપનાવવાની સલાહ આપી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top